AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હી એરપોર્ટ કેમ બન્યું ‘ભીંડી બજાર’ ? નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કારણ

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતે આ મામલે મેદાને ઉતર્યા હતા. દિલ્હી એરપોર્ટ (Delhi Airport) આવું કેમ બન્યું, હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતે ટ્વીટ કરીને જણાવ્યું છે.

દિલ્હી એરપોર્ટ કેમ બન્યું 'ભીંડી બજાર' ? નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કારણ
Jyotiraditya ScindiaImage Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 3:13 PM
Share

દેશની રાજધાની દિલ્હીનું IGI એરપોર્ટ ‘ભીંડી બજાર’ બની ગયું હતું. એરપોર્ટ ઓથોરિટીની આવી બેદરકારી આ પહેલા ક્યારેય જોવા મળી નથી. ચારેબાજુ લોકોનો એવો જમાવડો હતો કે સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું હતું. આ પછી નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતે આ મામલે મેદાને ઉતર્યા હતા. દિલ્હી એરપોર્ટ આવું કેમ બન્યું, હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતે ટ્વીટ કરીને જણાવ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, એરપોર્ટ પર પૂરતા એક્સ-રે મશીન ન હોવા એ ભીડનું મુખ્ય કારણ હતું. તેમણે ટ્વીટ કર્યું, 9 દિવસમાં, દિલ્હી એરપોર્ટના સુરક્ષા-ચેકિંગ વિસ્તારમાં 5 એક્સ-રે મશીન સ્થાપિત કરવામાં આવ્યા છે. કુલ મળીને 18 એટીઆરએસ/એક્સ-રે મશીનો હવે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.

એરપોર્ટ પર ભીડ ઘટાડવા માટે સમીક્ષા બેઠક બોલાવવામાં આવી

IGI એરપોર્ટ પર મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના 1400 વધારાના કર્મચારીઓને તૈનાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની અધ્યક્ષતામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય, નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS), બ્યુરો ઓફ ઈમિગ્રેશન અને અન્ય હિતધારકોની બેઠક યોજાઈ હતી. આ બેઠક દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ સહિતના મોટા એરપોર્ટ પર ભીડ ઘટાડવાના પગલાંની સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવવામાં આવી હતી.

ટર્મિનલ – 1, 2 અને 3 અને કાર્ગો વિસ્તારનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે

મીટિંગ દરમિયાન એવી માહિતી આપવામાં આવી હતી કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટૂંક સમયમાં 1400 વધારાના CISF જવાનોને તૈનાત કરવામાં આવશે. ત્રણ ટર્મિનલ – 1, 2 અને 3 અને કાર્ગો વિસ્તારનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ટર્મિનલ 1નું નવીનીકરણ અને વિસ્તરણ આવતા વર્ષે ડિસેમ્બર અથવા જાન્યુઆરી 2024 સુધીમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ સરકાર ઇચ્છે છે કે તે ઝડપથી પૂર્ણ થાય અને નવેમ્બર 2023માં પૂર્ણ થાય.

ભીડ ઘટાડવા માટે તમામ એજન્સીઓ તૈયાર

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર ભીડ ઘટાડવા માટે લેવામાં આવેલા જરૂરી પગલાઓ પછી પ્રવેશ દ્વાર પર મુસાફરો દ્વારા બોર્ડિંગ પાસ માટે લેવામાં આવતા સમયમાં ઘટાડો થયો છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે જણાવ્યું હતું કે મુખ્ય એરપોર્ટ પર ભીડ ઘટાડવા માટે તમામ એજન્સીઓ તૈયાર છે.

g clip-path="url(#clip0_868_265)">