“ના કરીશ, ના કરવા દઈશ”, કોંગ્રેસ નેતા જયરામ રમેશે બાઈડનના બહાને પીએમ મોદી પર કેમ કર્યો આવો કટાક્ષ?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે વિયેતનામ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના નિવેદનના બહાને પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિએ પીએમ સાથે ફ્રી પ્રેસ અને માનવાધિકાર અંગે વાત કરી હતી, પરંતુ પીએમની 'ના કરીશ, ના કરવા દઈશ'ની સ્ટાઈલ પ્રમાણે તેમને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
વિયેતનામ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના નિવેદન બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિએ પીએમ મોદી સાથે ફ્રી પ્રેસ અને માનવાધિકાર વિશે વાત કરી હતી. જયરામ રમેશે બાઈડનના બહાને પીએમ મોદી પર કટાક્ષ કર્યો અને પ્રેસ કોન્ફરન્સ ન કરવા પર કહ્યું- ‘ના કરીશ..ના કરવા દઈશ’ . ની સ્ટાઈલ પ્રમાણે પીએમ મોદીએ બાઈડનને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
ના કરીશ, ના કરવા દઈશ
વિયેતનામમાં બાઈડનના સંબોધનનો ઉલ્લેખ કરતા જયરામ રમેશે કહ્યું કે તેમણે વડાપ્રધાન સાથે માનવ અધિકાર અને મુક્ત પ્રેસ વિશે વાત કરી હતી. જયરામ રમેશે કહ્યું, “PM મોદી યુએસ પ્રેસિડેન્ટ ને કહી રહ્યા છે – “ના પ્રેસ કોન્ફરન્સ કરીશ, ના કરવા દઈશ”.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું, “અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડન વિયેતનામમાં તે જ કહી રહ્યા છે જે તેમણે ભારતમાં મોદીને કહી હતી. તેમણે માનવ અધિકારો, નાગરિક સમાજની ભૂમિકા અને મુક્ત પ્રેસના આદર વિશે વાત કરી.
જયરામ રમેશનું ટ્વીટ જી-20 નેતાઓની સમિટ પછી વિયેતનામની સત્તાવાર મુલાકાતે ગયેલા બાઈડનના નિવે્દન પછી આવ્યું હતું,જેમાં તેમણે કહ્યું હતુ કે ” હું હંમેશા કરું છું તેમ, મેં માનવ અધિકારો, સ્વતંત્ર પ્રેસ, નાગરિક સમાજના સન્માન પર ભાર મૂક્યો છે અને સમાજની ભૂમિકા અને તેમનું મહત્વ વધારવામાં આવ્યું છે. “મોદી સાથે, અમે એક મજબૂત અને સમૃદ્ધ દેશ બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે.”
તમને જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની ટીમને જી-20 સમિટ પહેલા દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક બાદ મીડિયા સાથે વાત કરવાની અને પીએમ નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત અંગે પ્રશ્નો પૂછવાની પરવાનગી આપવામાં આવી ન હતી.
પ્રેસ અને નાગરિક સ્વતંત્રતા અંગે કોંગ્રેસનો પ્રશ્ન
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વિટર પર લખ્યું છે કે રાષ્ટ્રપતિ બાઈડનની ટીમનું કહેવું છે કે ઘણી વિનંતીઓ છતાં, ભારતે બિડેન અને પીએમ મોદી વચ્ચેની દ્વિપક્ષીય બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સની મંજૂરી આપી ન હતી.
બાઈડનની ભારતની મુલાકાત બાદ વિયેતનામ ગયા હતા. ત્યાં તેમણે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. હવે આ જ જવાબના બહાને કોંગ્રેસે પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે અહીં મોદી સ્ટાઈલ લોકશાહી ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે પ્રોટોકોલ હેઠળ નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મીટિંગમાં સામાન્ય રીતે મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ હોય છે. જ્યારે રાષ્ટ્રપતિ બાઈડન PM મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા ત્યારે જો બાઈડનની સાથે આવેલા પત્રકારોને બહાર જ રહેવાનું કહેવામાં આવ્યું.