ઈરાન પર હુમલા અંગેના અમેરિકન સિક્રેટ ડોક્યુમેન્ટ લીક…જાણો કેવી રીતે ઈઝરાયેલ કરશે હુમલો ?

|

Oct 22, 2024 | 7:43 PM

અમેરિકન ગુપ્તચર એજન્સીનો એક દસ્તાવેજ લીક થયો છે, જેમાં ઈઝરાયેલ હવે ઈરાન પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. ઈરાન સામે બદલો લેવાની ઈઝરાયલની યોજનાઓ વિશે અત્યંત ગોપનીય માહિતી લીક થયાના સમાચાર બાદ હંગામો મચી ગયો છે.

ઈરાન પર હુમલા અંગેના અમેરિકન સિક્રેટ ડોક્યુમેન્ટ લીક...જાણો કેવી રીતે ઈઝરાયેલ કરશે હુમલો ?
Isreal Plan Leak

Follow us on

ઇઝરાયેલ હાલમાં મિડલ ઈસ્ટમાં ઘણા મોરચે યુદ્ધ લડી રહ્યું છે. ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે ઈઝરાયેલ આર્મી હવે તેનો બદલો લેશે. ઈરાનના મિસાઈલ હુમલા બાદ તરત જ આઈડીએફ અને પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ઈરાનને યોગ્ય સમયે યોગ્ય જવાબ આપવામાં આવશે અને એવું લાગે છે કે ઈઝરાયલે તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

મીડિયા અહેવાલ અનુસાર, અમેરિકન ગુપ્તચર એજન્સીનો એક દસ્તાવેજ લીક થયો છે, જેમાં ઈઝરાયેલ હવે ઈરાન પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. દક્ષિણ લેબનોન બાદ ઈઝરાયેલની સેના ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈરાન સામે બદલો લેવાની ઈઝરાયલની યોજનાઓ વિશે અત્યંત ગોપનીય માહિતી લીક થયાના સમાચાર બાદ હંગામો મચી ગયો છે.

આ દસ્તાવેજ છે ટોપ સિક્રેટ

ગુપ્ત માહિતી લીક થવાથી અમેરિકા ખૂબ જ ચિંતિત છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. આ દસ્તાવેજો ઈરાન સાથે જોડાયેલા ટેલિગ્રામ એકાઉન્ટ ‘મિડલ ઈસ્ટ સ્પેક્ટેટર’ પર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોમાં કથિત રીતે ઈરાન પર સંભવિત હુમલા માટે ઈઝરાયેલની તૈયારીઓ વિશેની માહિતી છે. 15 અને 16 ઓક્ટોબરના રોજ બે દસ્તાવેજો ઈરાનને સમર્થન આપતા ઘણા ટેલિગ્રામ એકાઉન્ટ્સ દ્વારા શેર પણ કરવામાં આવ્યા હતા.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

આ દસ્તાવેજોને ટોપ સિક્રેટ તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેમના પર એવા ચિહ્નો છે જે જણાવે છે કે આ દસ્તાવેજ ફક્ત યુએસ અને તેના Five Eyes દેશો એટલે કે યુએસ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને બ્રિટન પાસે જ હોવા જોઈએ. ત્યારે ઈઝરાયેલના દસ્તાવેજો લીક થયા બાદ સવાલો ઉઠી રહ્યા છે કે આવો ગુપ્ત દસ્તાવેજ બીજાના હાથમાં કેવી રીતે આવ્યા.

અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસે સોમવારે ઇઝરાયેલની હુમલાની તૈયારીઓ સાથે જોડાયેલા ગુપ્ત દસ્તાવેજો લીક થવા અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ જો બાઈડન ગુપ્ત દસ્તાવેજો લીક થવાને લઈને અત્યંત ચિંતિત છે. તો પેન્ટાગોનના ગુપ્ત દસ્તાવેજો ઓનલાઈન લીક થયા બાદ અમેરિકાએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. આ દસ્તાવેજોમાં ઈરાન વિરુદ્ધ હુમલા માટે ઈઝરાયેલની તૈયારીઓની વિગતો હતી. આ ઘટનાક્રમે અમેરિકાને ચિંતામાં મૂક્યું છે. અમેરિકાએ ઈરાન પર હુમલો કરવાની ઈઝરાયલની યોજના અંગે પેન્ટાગોન દસ્તાવેજો લીક કરવા અંગે તપાસ શરૂ કરી છે.

લીક થયેલા દસ્તાવેજોમાં શું છે ?

આ ડોક્યુમેન્ટમાં ઈરાન પર હુમલા માટે ઈઝરાયેલ શું તૈયારી કરી રહ્યું છે તેનો ઉલ્લેખ છે. નેશનલ જીઓસ્પેશિયલ-ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા સંકલિત કરાયેલ એક દસ્તાવેજ જણાવે છે કે આ યોજનામાં ઈઝરાયેલમાં દારૂગોળો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યો છે. અન્ય એક દસ્તાવેજમાં ઇઝરાયેલની વાયુસેનાની એર-ટુ-સર્ફેસ મિસાઇલો સંબંધિત કવાયતની માહિતી આપવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ કવાયત ઈરાન પર હુમલાની તૈયારી માટે કરવામાં આવી રહી છે.

લીક થયેલા દસ્તાવેજોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 8-16 ઓક્ટોબરની વચ્ચે ઈઝરાયેલની ત્રણેય સેનાઓએ અંતિમ કવાયત કરી હતી. છેલ્લા તબક્કામાં AWACs એરક્રાફ્ટ અને ફાઈટર જેટ સાથે કવાયત હાથ ધરવામાં આવી હતી. આ કવાયતમાં ઈઝરાયલે તેની બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોનનો પણ સમાવેશ કર્યો હતો. ઈન્ટેલિજન્સ ડોક્યુમેન્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલે હવાઈ હુમલાની સાથે જ જમીની હુમલાની પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. પ્રોક્સી વોર માટે સ્પેશિયલ ફોર્સ પણ તૈયાર કરવામાં આવી હતી. એટલું જ નહીં, એર-ટુ-એર રિફ્યુઅલિંગ, એરિયલ સપોર્ટ, સર્ચ એન્ડ રેસ્ક્યૂ, KC-707 ટેન્કર્સ અને ગલ્ફસ્ટ્રીમ એરક્રાફ્ટ ઓપરેશન માટે તૈયાર છે.

પરમાણુ હથિયારોનો પણ ઉલ્લેખ

ઈઝરાયેલના હુમલાના જે દસ્તાવેજો લીક થયા છે તેમાં એવા દસ્તાવેજો પણ સામેલ છે જે પરમાણુ હુમલા સાથે સંબંધિત છે. ઈઝરાયેલે હંમેશા તેની પાસે પરમાણુ હથિયાર હોવાનો ઈન્કાર કર્યો છે, પરંતુ દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે ઈઝરાયેલ પાસે પરમાણુ હથિયાર હોવાના સંકેતો છે અને ઈઝરાયેલ પણ મોટા હુમલાની યોજના બનાવી રહ્યું છે.

આ દસ્તાવેજો કથિત રીતે લીક થયાના સમાચાર બાદ અમેરિકન ગુપ્તચર એજન્સીઓ અને FBI સંયુક્ત રીતે તેની તપાસ કરી રહી છે. જેથી એ જાણી શકાય કે માહિતી કેવી રીતે લીક થઈ અને પેન્ટાગોનના કથિત દસ્તાવેજો કોની પાસે હતા તે જાણવા માટે તપાસ ચાલી રહી છે.

આ મિસાઇલો દ્વારા ઈરાન પર થવાનો હતો હુમલો

અમેરિકન ઈન્ટેલિજન્સ ડોક્યુમેન્ટ્સ લીક ​​થવાને કારણે ઈઝરાયેલ કઈ મિસાઈલથી ઈરાન પર હુમલો કરવા જઈ રહ્યું હતું તે બહાર આવ્યું છે. આ મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ જેરીકો-2 છે. ઈઝરાયેલ આ મિસાઈલથી 16 ઓક્ટોબર 2024ના રોજ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું.

ઈઝરાયેલ પરંપરાગત શસ્ત્રોનો ઉપયોગ કરીને જેરીકો-2 વડે ઈરાન પર હુમલો કરવાનું હતું. ઇઝરાયેલમાં જેરીકોના ત્રણ પ્રકાર છે. ત્રણેયની રેન્જ 500, 1500 અને 4800 કિમી છે. ત્રણેય વેરિઅન્ટ અલગ-અલગ સાઇઝ, રેન્જ અને સ્પીડના છે. ત્રણેય હાયપરસોનિક ઝડપે હુમલો કરે છે. એટલે કે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ તેને રોકી શકશે નહીં.

જ્યારે અમેરિકાએ Pershing-2 મિસાઈલ વેચવાનો ઈન્કાર કર્યો ત્યારે ઈઝરાયેલે જેરીકો-2 મિસાઈલ વિકસાવવાનું શરૂ કર્યું. જેરીકો-2 1989થી કાર્યરત છે. આ ઇઝરાયેલના પરમાણુ હથિયારોના શસ્ત્રાગારમાં સામેલ છે. એવું માનવામાં આવે છે કે આ મિસાઇલને 2026માં કાફલામાંથી હટાવી દેવામાં આવશે. એ પણ સંભવ છે કે જો યુદ્ધ થાય તો ઈઝરાયેલ તેની મિસાઈલોનો આખો શસ્ત્રાગાર ઈરાન અને તેના દુશ્મનો પર છોડી દેશે.

હવે જેરીકો-3 ઈઝરાયેલની સૌથી શક્તિશાળી મિસાઈલ

જેરીકો-3 એક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે. પરમાણુ શસ્ત્રો લઈ જઈ શકે છે. તે 2011 થી ઇઝરાયેલની સુરક્ષા હેઠળ તૈનાત છે. તેનું વજન 30 હજાર કિલોગ્રામ છે. તે 15.5 મીટર લાંબી છે અને 1300 કિલો વજનના હથિયારો લઈ જઈ શકે છે. તેની રેન્જ 11,500 કિલોમીટર છે.

જો આપણે Jericho-2 MRBM વિશે વાત કરીએ તો તેનું વજન 26 હજાર કિલોગ્રામ છે અને તેની લંબાઈ 14 મીટર છે. તેમાં 1000 કિલો વજનનું વોરહેડ લગાવી શકાય છે. તેની રેન્જ 1500 થી 2000 કિમી છે. બંને મિસાઈલો પરંપરાગત (બિન-પરમાણુ) અને પરમાણુ શસ્ત્રો લઈ જવા માટે સક્ષમ છે.

Next Article