Dubai News : સંજુ સેમસન હવે ક્રિકેટ નહીં પણ આ ગેમમાં ફટકારી રહ્યો છે મોટા શોટ, Video સોશિયલ મીડિયા પર વાયરલ
એશિયા કપ 2023માંથી બહાર થયા બાદ સંજુ સેમસન દુબઈમાં ગોલ્ફ રમતા જોવા મળ્યો હતો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંજુ સેમસનને એશિયા કપ 2023 માટે ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ રાહુલની ફિટનેસ સારી થતાં તેને ટીમમાંથી બહાર થવું પડ્યું.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન એશિયા કપ 2023માં કેએલ રાહુલ પરત ફરતા બહાર થયા છે. વાસ્તવમાં, BCCIએ તેને ટ્રાવેલિંગ રિઝર્વ પ્લેયર તરીકે પસંદ કર્યો હતો, પરંતુ સુપર-4માં ભારત વિરુદ્ધ પાકિસ્તાન (IND vs PAK) મેચ પહેલા રાહુલે સંપૂર્ણ ફિટનેસ મેળવી લીધા બાદ સંજુને ટીમમાંથી બહાર રહેવું પડ્યું હતું. આવી સ્થિતિમાં સંજુ દુબઈ ગયો છે, જ્યાં તેણે ગોલ્ફ કોર્સમાં મોટા શોટ રમ્યા છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સંજુ સેમસનને એશિયા કપ 2023 માટે ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ રાહુલની સંપૂર્ણ ફિટનેસ બાદ તેને ટીમમાંથી બહાર થવું પડ્યું, ત્યારબાદ સંજુ દુબઈ ગયો. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જો કે તે પછી સંજુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગોલ્ફ રમી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સંજુ ગોલ્ફ કોર્સમાં જોરશોરથી શોટ્સ રમી રહ્યો છે.
Sanju Samson playing Golf at Dubai. pic.twitter.com/8fwGKqVHvZ
— Johns. (@CricCrazyJohns) September 10, 2023
સંજુ એશિયા કપ 2023માં કરી શકે છે વાપસી
એશિયા કપ 2023 સુપર-4માં ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા, શ્રેયસ અય્યરને કમરમાં દુખાવો થવા લાગ્યો, જેના પછી તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડ્યું. જોકે, ઈશાન કિશન અને કેએલ રાહુલ બંનેને તક મળી હતી. જો કે, જો અય્યર આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે તો સંજુ સેમસન ફરીથી વાપસી કરી શકે છે. વાસ્તવમાં, અય્યરને પ્રી-મેચ વોર્મ-અપ દરમિયાન પીઠમાં દુખાવો થયો હતો. આવી સ્થિતિમાં સંજુને ફરી તક મળી શકે છે, કારણ કે ટીમને હજુ બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે મેચ રમવાની છે.
આ પણ વાંચો : ભારતની વધી તાકાત, સેનાને મળ્યુ ‘બાહુબલી’ C295, જાણો તેની ખાસિયતો
ભારત અને પાકિસ્તાનની મેચમાં વરસાદ વિલન બન્યો હતો
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરના રોજ સુપર-4 મેચ રમાવાની હતી. પરંતુ 24.1 ઓવર પછી વરસાદ અડચણરૂપ બન્યો, જેના પછી મેચ રોકવી પડી. જો કે લાંબી રાહ જોયા બાદ મેચ રિઝર્વ ડે પર રમવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા ગ્રુપ સ્ટેજમાં પણ વરસાદ પડ્યો હતો અને મેચ રદ્દ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો