રામ રાખે એને કોણ ચાખે, પિકઅપ વાન ઊંચી થઈ અને કુદીને ભાગ્યો, જુઓ પુલ દુર્ઘટનામાં બચી જનારાની કહાની
કહેવાય છે કે, કેટલાક સ્થાનિકોએ, આ પૂલ જર્જરિત હોવાની ફરિયાદ અવારનવાર તંત્રને કરી હતી. પરંતુ ગુજરાત સરકારના તંત્રના કયા પેરામિટરમાં આ પુલ ફિટ હતો તે તો તંત્ર જ કહી શકશે. બાકી બ્રિજ વાહનવ્યવહાર માટે યોગ્ય ના હોવા અને જર્જરિત હોવાની ફરિયાદોનો ઢગલો કરનારા અનેક લોકો હાજર છે.

ગુજરાતીમાં એક કહેવત છે કે, રામ રાખે એને કોણ ચાખે, આ કહેવત આજે બ્રિજ દુર્ઘટનામાં બચી ગયેલા પિકઅપ વાન ચાલક માટે સાર્થક ઠરી છે. આણંદ જિલ્લાના ગંભીરા પાસે મહીસાગર નદી ઉપરનો બ્રિજ આજે તુટી પડતા, આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં 12 નિર્દોષ નાગરિકોના મોત થયા છે.
કહેવાય છે કે, કેટલાક સ્થાનિકોએ, આ પૂલ જર્જરિત હોવાની ફરિયાદ અવારનવાર તંત્રને કરી હતી. પરંતુ ગુજરાત સરકારના તંત્રના કયા પેરામિટરમાં આ પુલ ફિટ હતો તે તો તંત્ર જ કહી શકશે. બાકી બ્રિજ વાહનવ્યવહાર માટે યોગ્ય ના હોવા અને જર્જરિત હોવાની ફરિયાદોનો ઢગલો કરનારા અનેક લોકો હાજર છે.
આજે બુધવારના રોજ સવારે બનેલ મહિસાગર પરના ગંભીરા બ્રિજ તુટી પડ્યો એ જ ઘડીએ એક પિકઅપ વાન પણ બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી. પરંતુ આ પિકઅપ વાન ચાલક અને તેમા સવાર અન્ય લોકો, માર્યા ગયેલાઓની સરખામણીએ નસીબદાર હતા. જેવો બ્રિજ તુટ્યો કે પિકઅપવાન બ્રિજના જે ભાગમાં હતી તે એકાએક ઉચી થઈ ગઈ.
આ ઘટનાને કારણે ચાલક અને તેમા બેઠેલા અન્ય ગભરાઈ ગયા અને તેઓ એકાએક કૂદી ગયા. જો કે તેમની આખોની સામે પિકઅપ વાન નદીમાં ખાબકી પરંતુ તેઓ બચી ગયા. આ ઘટના નજરોનજર જોઈને તેમનુ દિલ થડકારો ચૂકી ગયું. ઘટનાના કલાકો સુધી તેઓ આવાચક બની ગયા. આખરે તેમણે ટીવી9 ગુજરાતી સમક્ષ નજરે જોયેલી ઘટના વર્ણવી.
જો કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 12 નિર્દોષ લોકોના મોત થયા હોવાનુ સામે આવ્યું છે. આવા સમયે એક જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 22 ઓગસ્ટ 2022નો હોવાનું કહેવાય છે. એ સમયે વીડિયો ઉતારનારે કહ્યું હતું કે, બ્રિજ જર્જરિત થઈ ગયો છે. વાહન વ્યવહાર માટે વ્યવહારુ નથી. આમ છતા તંત્રે કોઈ ગંભીરતા દાખવી નહોતી અને આજે પરિણામ બધાની સામે છે.