ગુજરાતમાં કોરોનાના નવા 225 કેસ નોંધાયા એક મૃત્યુ, એક્ટિવ કેસની સંખ્યા ઘટી
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેમાં 30 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 225 કેસ નોંધાયા છે જયારે કોરોનાથી 01 વ્યક્તિનું મૃત્યુ થયું છે
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેમાં 30 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 225 કેસ નોંધાયા છે જયારે કોરોનાથી 01 વ્યક્તિનું મૃત્યુ થયું છે. જયારે રાજ્યના કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1755 થઈ છે. તેમજ કોરોના રિકવરી રેટ 99 ટકા થયો છે. જયારે કોરોનાથી 337 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 80,(Ahmedabad) વડોદરામાં 29, સુરતમાં 25, ડાંગમાં 11, રાજકોટમાં 09, 01 મૃત્યુ, વલસાડમાં 08, સુરતમાં 06, ગાંધીનગરમાં 05, ગીર સોમનાથમાં 05, નવસારીમાં 04, પોરબંદરમાં 04, રાજકોટ જિલ્લામાં 04, બનાસકાંઠામાં 03, કચ્છમાં 03, પંચમહાલમાં 03, વડોદરા જિલ્લામાં 03, અમદાવાદ જિલ્લામાં 02, આણંદમાં 02, ભરૂચમાં 02, ભાવનગરમાં 02, બોટાદમાં 02, ગાંધીનગર જિલ્લામાં 02, સુરેન્દ્રનગરમાં 02, અમરેલીમાં 01, અરવલ્લીમાં 01, ભાવનગરમાં 01, જામનગર જિલ્લામાં 01, જામનગરમાં 01, મહીસાગરમાં 01, મહેસાણામાં 01, મોરબીમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.
શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
ચોમાસામાં વધારે સાવધાન રહેજો
ગુજરાતમાં દરેક જીલ્લામાં ચોમાસાનો માહોલ યથાવત છે. ત્યારે રોગચારાનો ખતરો પણ તોળાય રહ્યો છે. ઋતુગત બીમારીઓ, સ્વાઈ ફલૂ, ગાયોમાં લમ્પી વાયરય, મંકી પોક્સ મહામારી વચ્ચે લોકોએ વધારે સાવધાન રહેવાની જરુર છે. અને આ બધી બીમારીઓથી બચવા માટે વધારે સાવધાન રહેવાની જરુર છે.