
ટોલીવુડમાં ઘણી ફિલ્મો કરી ચુકેલી પૂજા હેગડેએ 2016 માં ફિલ્મ મોહેંજોદરોથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ધોવાઇ ગઇ હતી.

બધાને લાગે છે કે આશુતોષ ગોવારીકરને આ ફિલ્મ માટે પૂજા હેગડે ગમી હતી, પરંતુ એવું નથી. આશુતોષની પત્નીએ એક જાહેરાતમાં પૂજાને જોઈ હતી અને પછી તેણે તેના પતિને તેના નામની ભલામણ કરી હતી.

આ ફિલ્મ પછી, તેના સહ-કલાકાર ઋત્વિક રોશન સાથે તેના અફેરના સમાચારો આવવા લાગ્યા હતા. જો કે, પૂજાએ આ અહેવાલોને માત્ર અફવા ગણાવી હતી.