AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

19 માર્ચના મહત્વના સમાચાર : ભારતમાં NIAની ત્રણ વિશિષ્ટ કોર્ટમાં અમદાવાદનો સમાવેશ, એડિશનલ સિટી સિવિલ કોર્ટને NIAની વિશિષ્ટ કોર્ટ તરીકે જાહેર કરાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2026 | 7:55 AM
Share

આજે 19 માર્ચને  ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

19 માર્ચના મહત્વના સમાચાર : ભારતમાં NIAની ત્રણ વિશિષ્ટ કોર્ટમાં અમદાવાદનો સમાવેશ, એડિશનલ સિટી સિવિલ કોર્ટને NIAની વિશિષ્ટ કોર્ટ તરીકે જાહેર કરાઈ

LIVE NEWS & UPDATES

  • 19 Mar 2026 07:55 AM (IST)

    હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં વરસાદ

    બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ, ડીસા, વડગામ અને દાંતા સહિતના તાલુકાઓમાં અચાનક બદલાયેલા હવામાનથી વરસાદી માહોલ સર્જાયો. ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ બીજી તરફ ખેડૂતો માટે ચિંતા ઊભી થઈ છે, કારણ કે ખેતરોમાં તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 19 Mar 2026 07:47 AM (IST)

    અમદાવાદના વાતાવરણમાં આવ્યો જોરદાર પલટો

    અમદાવાદ શહેરમાં આજે હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો અને શહેરમાં હીલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. વહેલી સવારથી જ શહેરભરમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. ભારે પવનના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઝાડ પડી જવાની ઘટનાઓ પણ સામે આવી. ઉજાલા અને વણઝર વિસ્તારમાં પવનના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જતાં લાઈટો ગુલ થઈ ગઈ હતી. તેમ છતાં ઠંડા પવનના કારણે નાગરિકોને તાપમાનમાં રાહત મળી અને ગરમીમાંથી થોડોક આરામ અનુભવાયો.

  • 19 Mar 2026 07:30 AM (IST)

    એડિશનલ સિટી સિવિલ કોર્ટને NIAની વિશિષ્ટ કોર્ટ તરીકે જાહેર કરાઈ

    અમદાવાદમાં એડિશનલ સિટી સિવિલ કોર્ટને હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની વિશિષ્ટ કોર્ટ તરીકે જાહેર કરવામાં આવી છે, જે ભારત સરકારના ગેઝેટ નોટિફિકેશન દ્વારા અમલમાં આવી છે. દેશમાં NIAની માત્ર ત્રણ વિશિષ્ટ કોર્ટોમાં હવે અમદાવાદનો પણ સમાવેશ થયો છે. આ વિશિષ્ટ કોર્ટમાં હવે ફક્ત NIA દ્વારા નોંધાયેલા કેસોની જ સુનાવણી થશે, જેના કારણે આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મામલાઓમાં ઝડપી અને અસરકારક ન્યાય મળી શકશે. સિવિલ કોર્ટના અધિક મુખ્ય ન્યાયાધીશને આ વિશિષ્ટ NIA કોર્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે અમદાવાદમાં NIAની શાખા 2022થી કાર્યરત છે, અને હવે વિશિષ્ટ કોર્ટની સ્થાપનાથી તપાસ અને ન્યાય પ્રક્રિયામાં વધુ ગતિ આવશે.

આજે 19 માર્ચને  ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Mar 19,2026 7:28 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">