AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નોરા ફતેહીની મુશ્કેલીઓ વધી, નોરા, સંજય દત્ત અને ફિલ્મ નિર્માતાઓને અશ્લીલ ગીત માટે સમન્સ પાઠવાયુ

Sarke Chunar Song Controversy : વિવાદિત ગીત સરકે ચુનર તેરી સરકે ગીતને લઈ સંજય દત્ત અને નોરા ફતેહી અને ફિલ્મ નિર્દેશક તેમજ પ્રોડ્યુસરની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. રાષ્ટ્રીય મહિલા આયોગે સ્વત સંજ્ઞાન લઈ આ તમામ લોકોને સમન્સ મોકલ્યું છે.

Breaking News : નોરા ફતેહીની મુશ્કેલીઓ વધી, નોરા, સંજય દત્ત અને ફિલ્મ નિર્માતાઓને અશ્લીલ ગીત માટે સમન્સ પાઠવાયુ
| Updated on: Mar 19, 2026 | 2:33 PM
Share

સંજય દત્ત એક બાજુ ધુંરધર 2માં ધમાલ મચાવી રહ્યો છે. તો સાઉથની ફિલ્મ કેડી ધ ડેવિલના ગીત સરકે ચુનર તેરી સરકેથી વિવાદોમાં આવ્યો છે. આ ગીતમાં તેની સાથે નોરા ફતેહી પણ જોવા મળી રહી છે. ગીત પર બબાલ થયા બાદ કેન્દ્ર સરકારે આ ગીત પર પ્રતિબંધ કર્યો હતો. હજુ પણ આ સ્ટારની મુશ્કેલી ઓછી થઈ રહી નથી. આ ગીત વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાય છે. હવે રાષ્ટ્રીય મહિલા આયોગે આ વિવાદિત ગીત પર  સ્ટાર કાસ્ટ નોરા ફતેહી અને સંજય દત્ત, લેખક રકીબ આલમ, નિર્માતા વેંકટ કે નારાયણ અને દિગ્દર્શક કિરણ કુમારને સમન્સ મળ્યુ છે.

POCSO એકટ પ્રાવધાનોનું ઉલ્લંધન

રાષ્ટ્રીય મહિલા આયોગે કહ્યું કે, ગીત પહેલી નજરમાં યૌન ઉત્તેજક, આપત્તિજનક અને ભારતીય ન્યાય સંહિતા, આઈટીએકટ અને POCSO એકટ પ્રાવધાનોનું ઉલ્લંધન કરનારું લાગે છે. આયોગે આ મામલાને ગંભીરતાથી લીધું છે તેમજ ગીત સાથે જોડાયેલા લોકોને સમન્સ મોકલ્યું છે. આયોગે આ લોકોને 24 માર્ચ 2026ના બપોર 12:30 કલાકે આ મામલે જોડાયેલા ડોક્યુમેન્ટ રજુ કરવાનું કહ્યું છે. તેમજ એ પણ ચેતવણી આપી છે કે, જો સમન્સ બાદ રજુ કરવામાં અસફળ રહે છે તો. તેના વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ગીત પર પ્રતિબંધ

ગઈકાલે સંસદમાં, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને જ્યારે સમાજવાદી પાર્ટીના સાંસદના ગીત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેના પર પહેલાથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું જે ગીત વિશે સંસદમાં મહોદયે કહ્યું કે, પહેલાથી જ તેના પર પ્રતિબંધ લાગી ચૂક્યો છે. તેમણે એમ પણ કહ્યું, “હું તમારા દ્વારા સમગ્ર ગૃહને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આપણે ભારતીય બંધારણના સ્થાપકો દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતા પર મૂકવામાં આવેલા વાજબી નિયંત્રણોનું પાલન કરવું જોઈએ.” અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વાણી સ્વતંત્રતા નિરપેક્ષ હોઈ શકે નહીં. તે સમાજની જરૂરિયાતો અનુસાર હોવી જોઈએ.

સિંગરે માફી માંગી

આ ગીત પર ધમાલ મચ્યા બાદ આ ગીતની સિંગર માંગલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ચાહકો પાસે માફી માંગી હતી. તેમણે કહ્યું કે, મેકર્સે આ ગીતને રિવાઈઝ વર્ઝન રિલીઝ કરશે. આ માટે ગીત બદલવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. તો નોરા ફતેહીએ જણાવ્યું કે, તેમણે મેકર્સને ગીતને લઈ વાત કરી હતી. પરંતુ તેની વાત સાંભળવામાં આવી ન હતી.

Sanjay Dutt Family Tree : 3 વાર લગ્ન કર્યા, સંજય દત્તના માતા-પિતા રહી ચૂક્યા છે બોલિવુડના સુપર સ્ટાર, જાણો સંજુ બાબાના પરિવાર વિશે

Follow Us
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
g clip-path="url(#clip0_868_265)">