AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બપોરે ઊંઘવું કેટલું યોગ્ય છે? જાણો યોગ્ય સમય અને અસર

બપોરની ઊંઘ શરીર માટે ફાયદાકારક કે નુકસાનકારક બની શકે છે, તે સમય અને આદત પર આધારિત છે. અમે તમને જણાવીશું કે બપોરની ઊંઘ કોના માટે ફાયદાકારક અને કોના માટે નુકસાનકરાક છે.

બપોરે ઊંઘવું  કેટલું યોગ્ય છે? જાણો યોગ્ય સમય અને અસર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2026 | 11:42 AM
Share

આજકાલ ઘણા લોકોને બપોરે થોડું સૂવાની આદત હોય છે. કેટલાક લોકો માને છે કે બપોરની ઊંઘ થાક દૂર કરવામાં મદદ કરે છે, જ્યારે કેટલાક લોકો તેને આળસ વધારતી આદત માને છે. હકીકતમાં, બપોરે ઊંઘવાની અસર દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે. તે વ્યક્તિની રાત્રે ઊંઘની ગુણવત્તા, દિવસભરના કામ અને બપોરે કેટલો સમય આરામ કરે છે તેના પર આધાર રાખે છે.

બપોરની ઊંઘનો શરીર પર પ્રભાવ

બપોરે થોડો આરામ લેવાથી શરીરને તાજગી મળે છે. ખાસ કરીને જો રાત્રે ઊંઘ પૂરતી ન થઈ હોય અથવા વધુ થાક લાગતો હોય તો બપોરની ટૂંકી ઊંઘ દિમાગને શાંત કરે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ બને છે. તે વ્યક્તિની કાર્યક્ષમતા, મૂડ અને ઊર્જા પર સકારાત્મક અસર પાડી શકે છે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે ઊંઘનો સમય મર્યાદિત હોય.

કેટલી ઊંઘ ફાયદાકારક?

નિષ્ણાતોના કહેવા મુજબ, બપોરે 20 થી 30 મિનિટની ઊંઘ સૌથી યોગ્ય માનવામાં આવે છે. આટલી ટૂંકી ઊંઘથી શરીર તાજું લાગે છે અને ફરીથી કામ કરવા માટે ઊર્જા મળે છે. જો વધારે થાક લાગતો હોય તો વધુમાં વધુ 40-45 મિનિટ સુધી આરામ કરી શકાય છે. પરંતુ જો આ સમય 1 કલાકથી વધુ થઈ જાય, તો તેની નકારાત્મક અસર થવાની શક્યતા વધી જાય છે.

વધારે ઊંઘના નુકસાન

બપોરે લાંબા સમય સુધી ઊંઘવાથી શરીરની નેચરલ બાયોલોજિકલ ઘડિયાળ ખોરવાઈ શકે છે. ખાસ કરીને રાત્રે ઊંઘ આવવામાં મુશ્કેલી થઈ શકે છે, જેના કારણે આખી દિનચર્યા પર અસર પડે છે. વધારે ઊંઘ પછી શરીરમાં ભારેપણું, માથાનો દુખાવો અને સુસ્તી અનુભવાય છે. કેટલાક લોકોમાં કામ કરવાની ઇચ્છા ઘટે છે અને ધ્યાન ભંગ થવા લાગે છે.

રોજની આદત બને તો શું થાય?

જો બપોરે લાંબી ઊંઘવાની આદત રોજની બની જાય, તો શરીરની શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થાય છે. આળસ વધે છે અને ધીમે ધીમે શરીરની એક્ટિવિટી ઓછી થઈ શકે છે. તેથી બપોરે આરામ લેવો હોય તો સમય મર્યાદિત રાખવો ખૂબ જરૂરી છે, જેથી શરીરનું સંતુલન જળવાઈ રહે.

સારી ઊંઘ માટે શું કરવું?

સારી અને ગુણવત્તાવાળી ઊંઘ માટે નિયમિત સમય પર સુવું અને ઉઠવું ખૂબ જરૂરી છે. રાત્રે સૂતા પહેલા મોબાઈલ, ટીવી અને વધુ તેજ લાઇટથી દૂર રહેવું જોઈએ. હળવું ભોજન લેવુ અને મોડીરાત્રે જાગવાની આદત ટાળવી પણ જરૂરી છે. શાંતિપૂર્ણ અને આરામદાયક વાતાવરણ ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે.

બપોરની ઊંઘ માટે ધ્યાનમાં રાખવાની બાબતો

જો બપોરે સૂવાની આદત હોય, તો સમય 20-30 મિનિટ સુધી મર્યાદિત રાખવો જોઈએ. ખૂબ ભારે ભોજન કર્યા પછી તરત સૂવું ટાળવું જોઈએ. સાથે જ દિવસ દરમિયાન થોડી શારીરિક પ્રવૃત્તિ રાખવી પણ જરૂરી છે, જેથી રાત્રે સારી ઊંઘ આવી શકે.

આ રીતે બપોરે ઊંઘવું સંપૂર્ણપણે ખરાબ કે સારું નથી, પરંતુ તે વ્યક્તિની જરૂરિયાત અને સમય પર આધારિત છે. યોગ્ય સમય અને મર્યાદામાં લેવાયેલી બપોરની ઊંઘ શરીર માટે ફાયદાકારક બની શકે છે, જ્યારે વધારે ઊંઘ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

Juice Jacking: ફોન ચાર્જ કરતા જ થઈ શકે છે હેક! જાણો શું છે Juice Jacking, તેનાથી કેવી રીતે બચશો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">