AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારે પવનના કારણે  પાવાગઢમાં રોપવે સેવા બંધ કરાઈ, જુઓ વીડિયો

Breaking News : ભારે પવનના કારણે પાવાગઢમાં રોપવે સેવા બંધ કરાઈ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2026 | 10:05 AM
Share

ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.18 થી 20 માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.ભારે પવનના કારણે પાવાગઢમાં રોપવે સેવા કરવામાં આવી બંધ કરવામાં આવી છે.

આજથી ચૈત્રી નવરાત્રીની શરુઆત થઈ છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ પહોંચ્યા છે. આજે પાવાગઢમાં જોરદાર પવન ફૂંકાયો, ભારે પવનના કારણે રોપવે સેવા કરવામાં આવી બંધ કરવામાં આવી છે.રોપવે બંધ થતાં શ્રદ્ધાળુઓ પગપાળા જઈ રહ્યા છે.ડુંગર પર ભારે ધુમ્મસ સાથે ભારે પવન ફૂંકાયો હતો.

20 માર્ચ સુધી માવઠાની આગાહી

ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી હતી. આ સાથે ગાજવીજ વરસાદ સાથે ભારે પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.19 માર્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદ તો 20 માર્ચે સૌરાષ્ટ્રમાં સહિત મોરબી, જામનગર અને દ્વારકામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.સાયકલોનીક સર્ક્યુલેશનથી અનેક જગ્યાએ વરસાદ પણ પડ્યો છે.અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

કમોસમી વરસાદની આગાહી

19 માર્ચ બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ, કચ્છ અને દિવમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, તો20 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.

કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ બીજી તરફ ખેડૂતો માટે ચિંતા ઊભી થઈ છે, કારણ કે ખેતરોમાં તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

માવઠું અથવા કમોસમી વરસાદ એટલે ચોમાસાના 4 મહિના સિવાયના સમયગાળા દરમિયાન વરસતો વરસાદ. મોટાભાગે માવઠું શિયાળામાં અને ઉનાળામાં થતું હોય છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">