AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘જસપ્રીત બુમરાહ પછી શું…’ અશ્વિને ટીમ ઈન્ડિયાને આપી ચેતવણી, જાણો શું કહ્યું?

જસપ્રીત બુમરાહ ભારતીય બોલિંગનું નેતૃત્વ કરે છે. તેઓ પોતાના દમ પર મેચનો પાયો ફેરવવાની સક્ષમ રાખે છે. ભૂતપૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને ભારતીય ટીમને ચેતવણી આપી છે.

'જસપ્રીત બુમરાહ પછી શું...' અશ્વિને ટીમ ઈન્ડિયાને આપી ચેતવણી, જાણો શું કહ્યું?
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2026 | 4:42 PM
Share

જસપ્રીત બુમરાહ ભારતીય બોલિંગનું નેતૃત્વ કરે છે. જે એકલા હાથે મેચનો પાયો ફેરવવાની ક્ષમતા ધરાવે છે. ભૂતપૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને ભારતીય ટીમને ચેતવણી આપી છે. તેમનું માનવું છે કે બુમરાહની નિવૃત્તિ પછી ટીમ ઈન્ડિયાને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ભૂતપૂર્વ ક્રિકેટરને લાગે છે કે ટીમ ઈન્ડિયાની બેટિંગ સારી છે. પણ બોલિંગ આગામી પેઢીને ઓછી આકર્ષક લાગશે. Revsportz પર બોલતા, અશ્વિને કહ્યું, વ્હાઇટ-બોલ ક્રિકેટમાં આપણી પાસે જે બેટ્સમેનોની ગુણવત્તા છે તે અજોડ છે. આગામી 10 વર્ષમાં, ટીમ ઈન્ડિયા ઘણી વ્હાઇટ-બોલ ટ્રોફી જીતશે, અને આ આપણી બેટિંગને કારણે થશે.

ભૂતપૂર્વ ક્રિકેટરે ભવિષ્ય અંગે કેમ કરી ચિંતા 

ભૂતપૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને જસપ્રીત બુમરાહના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, આ સફેદ બોલની ટીમમાં જસપ્રીત બુમરાહની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમના પછી શું થશે ? અશ્વિન માને છે કે બોલરો જ મેચ જીતાવે છે, પરંતુ ભવિષ્યમાં યુવાનોમાં બોલર બનવાનું આકર્ષણ ઘટી શકે છે.

ક્રિકેટમાં લોકોને શું વધારે ગમે, બોલિંગ- બેટિંગ

રવિચંદ્રન અશ્વિને જણાવ્યું કે, મને ચિંતા છે કે બોલિંગ હવે બેટિંગ જેટલું આકર્ષક રહ્યું નથી. જેના કારણે બાળકો આ રમતમાં રસ લેતા નથી. રમતગમતમાં બેટિંગ અને બોલિંગ બે અલગ અલગ રમતો છે. રમત તરીકે બોલિંગ આકર્ષક નથી. કારણ કે, એવું લાગે છે કે તમે ફક્ત તેમનું મનોરંજન કરી રહ્યા છો. તમે તેમને છગ્ગા અને ચોગ્ગા ફટકારવાની તક આપી રહ્યા છો. માટે કોઈ કેમ વિચારશે કે બોલિંગ આપણને ટુર્નામેન્ટ અથવા સિરીઝ જિતાડી શકે છે ?

અશ્વિનને ગૌતમ ગંભીરની કઈ વાત ગમે છે 

રવિચંદ્રન અશ્વિને ડ્રેસિંગ રૂમના વાતાવરણ અંગે કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા લોકો જોડાયેલા છે. તેમણે ગૌતમ ગંભીરના વિચારને પણ ટેકો આપ્યો તેમણે કહ્યું, મને ગૌતમ ગંભીર ગમે છે. લોકોના તેમના વિશે અલગ અલગ મંતવ્યો હોઈ શકે છે, પરંતુ તે એક એવો માણસ છે જે ટીમને વ્યક્તિગત ખેલાડીઓથી ઉપર રાખે છે. તે જીતનો શ્રેય ફક્ત એક ખેલાડીને નહીં પણ આખી ટીમને આપે છે. મને તેના વિશે આ વાત ગમે છે.

Breaking News : ખેલાડીઓની જર્સી પર નંબર કેમ લખેલા હોય છે, જાણો નિયમો વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">