AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KNK Mini Bike: 40 વર્ષ બાદ ‘મંકી બાઈક’ની વાપસી, 50 હજારની આસપાસ લોન્ચ થયું મિની રૉકેટ

ભારતમાં લગભગ 40 વર્ષ બાદ ક્લાસિક ‘મંકી બાઈક’ સ્ટાઇલની વાપસી થઈ છે. KNK Kartsએ ₹50,000ની આસપાસ કિંમતમાં નવી 80cc મિની બાઈક લોન્ચ કરી છે, જે હલકી અને સરળ ‘ટ્વિસ્ટ-એન્ડ-ગો’ સિસ્ટમ સાથે આવે છે. આ બાઈક ખાસ ઓફ-રોડ અને પ્રાઇવેટ ઉપયોગ માટે બનાવવામાં આવી છે, જેમાં મજબૂત ડિઝાઇન અને કસ્ટમાઇઝેશનનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

| Updated on: Mar 17, 2026 | 9:29 PM
Share
ભારતમાં મિની બાઈક પ્રેમીઓ માટે ખુશખબર છે. લગભગ ચાર દાયકાઓ પછી દેશમાં ફરી એક વખત ક્લાસિક ‘મંકી બાઈક’ સ્ટાઇલની એન્ટ્રી થઈ છે. દેશી ગો-કાર્ટ બનાવતી કંપની KNK Karts એ પોતાની નવી પેટ્રોલથી ચાલતી મિની બાઈક લોન્ચ કરી છે, જેની શરૂઆતની કિંમત લગભગ ₹50,000 રાખવામાં આવી છે. કંપનીએ તેની બુકિંગ શરૂ કરી દીધી છે અને પ્રથમ બેચની ડિલિવરી જૂન 2026થી શરૂ થવાની શક્યતા છે. ખાસ વાત એ છે કે આ બાઈક સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઇન અને મેન્યુફેક્ચર કરવામાં આવી છે.

1 / 5
મંકી બાઈક સેગમેન્ટ શું છે? : આ નવી મિની બાઈક સાથે 70-80ના દાયકાની લોકપ્રિય ‘મંકી બાઈક’ની યાદો ફરી તાજી થઈ ગઈ છે. તે સમયની Rajdoot GTS બાઈક ખૂબ જ જાણીતી હતી. બોલીવૂડ ફિલ્મ Bobbyમાં ઋષિ કપૂરે આ પ્રકારની બાઈક ચલાવ્યા પછી તેને “બોબી બાઈક” તરીકે પણ ઓળખ મળેલી. બાદમાં આ સેગમેન્ટ ધીમે ધીમે બજારમાંથી ગાયબ થઈ ગયો, પરંતુ હવે ફરીથી નાની અને મજા આપતી બાઈકનો ટ્રેન્ડ પાછો આવી રહ્યો છે.

2 / 5
હલકી બોડી અને 80cc એન્જિન : KNKની આ મિની બાઈકમાં 80ccનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે લગભગ 4 હોર્સપાવર પેદા કરે છે. સામાન્ય બાઇકોની સરખામણીમાં પાવર ઓછું લાગી શકે, પરંતુ બાઈકનું વજન માત્ર 40 કિલો જેટલું હોવાથી તે સરળતાથી ઝડપ પકડી લે છે. આ બાઈકમાં ગિયર બદલવાની ઝંઝટ નથી. તેમાં ‘ટ્વિસ્ટ-એન્ડ-ગો’ સિસ્ટમ આપવામાં આવી છે, એટલે કે એક્સેલરેટર ફેરવતા જ બાઈક ચાલવા લાગે છે. તેમાં સેન્ટ્રિફ્યુગલ ક્લચ અને ચેન ડ્રાઇવ સિસ્ટમ આપવામાં આવી છે, જે ઓટોમેટિક સ્કૂટર જેવી સરળ રાઇડિંગ અનુભવ આપે છે. નવા રાઇડર્સ માટે પણ આ બાઈક ચલાવવી ખૂબ સહેલી છે.

3 / 5
રસ્તા માટે નહીં, ખાસ ઉપયોગ માટે બનાવેલી :  આ બાઈક વિશે એક મહત્વની બાબત એ છે કે તેને પબ્લિક રોડ પર ચલાવી શકાતી નથી. તેને RTOમાં રજીસ્ટર પણ કરી શકાતી નથી. કંપનીએ આ બાઈક ખાસ કરીને પ્રાઇવેટ ઉપયોગ માટે બનાવી છે, જેમ કે ફાર્મહાઉસ, ઓફ-રોડ ટ્રેક અથવા ક્લોઝ સર્કિટ એરિયા.

4 / 5
ઓફ-રોડિંગ માટે તૈયાર ડિઝાઇન :  આ મિની બાઈકનો ડિઝાઇન ઓફ-રોડિંગ ધ્યાનમાં રાખીને બનાવાયો છે. તેમાં ટ્યુબ્યુલર ચેસિસ, આગળ સિંગલ-સાઇડ ટ્રેલિંગ લિંક સસ્પેન્શન અને પાછળ મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. સાથે જ તેમાં મોટા અને મજબૂત ઓફ-રોડ ટાયર આપવામાં આવ્યા છે, જે ખરાબ રસ્તાઓ પર સારી ગ્રિપ આપે છે. બ્રેકિંગ માટે બંને પૈડામાં મિકેનિકલ ડિસ્ક બ્રેક આપવામાં આવ્યા છે. આ હાઇડ્રોલિક નહીં પરંતુ કેબલ ઓપરેટેડ બ્રેક છે, જે સામાન્ય રીતે હાઇ-એન્ડ સાયકલમાં જોવા મળે છે. કંપની ગ્રાહકોને ફાઇનલ ડ્રાઇવ રેશિયો કસ્ટમાઇઝ કરવાની પણ સુવિધા આપે છે, જેથી વધુ ઝડપ અથવા વધુ એક્સેલરેશન માટે બાઈકને એડજસ્ટ કરી શકાય. આ રીતે KNK Mini Bike માત્ર એક બાઈક નહીં પરંતુ જૂના સમયમાંની મજા અને નવી ટેક્નોલોજીનું અનોખું સંયોજન છે, જે ખાસ કરીને એડવેન્ચર અને ઓફ-રોડિંગ પ્રેમીઓ માટે તૈયાર કરવામાં આવી છે.

5 / 5

Summer Car AC Tips: ગરમીના દિવસોમાં કારમાં ACનો યોગ્ય ઉપયોગ કરો, નહીં તો માઇલેજમાં પડશે સીધી અસર!

Follow Us
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ

ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય

ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી

પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!

નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ

સુરતમાં દીપડાના ચામડાના કાળા કારોબારનો પર્દાફાશ

Breaking News : શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી

રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ

બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન

Breaking News Surat: સુરતની હોસ્પિટલોમાં દર્દીના સગાઓને મળશે મફત ટિફિન

g clip-path="url(#clip0_868_265)">