AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026 પહેલા RCB ના દિગ્ગજ ખેલાડીના ઘરે ગુંજી કિલકારી, પત્નીએ પુત્રીને જન્મ આપ્યો

IPL 2026 પહેલા RCB ના સ્ટાર ભારતીય ક્રિકેટરના ઘરે ખુશીની કિલકારીઓ ગુંજી ઉઠી છે. ક્રિકેટરની પત્નીએ સુંદર પુત્રીને જન્મ આપ્યો છે. દંપતીએ પોસ્ટ કરી આ સારા સમાચાર આપ્યા, જે બાદ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો છે.

Breaking News : IPL 2026 પહેલા RCB ના દિગ્ગજ ખેલાડીના ઘરે ગુંજી કિલકારી, પત્નીએ પુત્રીને જન્મ આપ્યો
Dinesh Karthik & Virat KohliImage Credit source: PTI/X
| Updated on: Mar 19, 2026 | 5:17 PM
Share

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિક અને તેની પત્ની દીપિકા પલ્લીકલના પરિવારમાં ફરી એકવાર ખુશીની લહેર દોડતી થઈ છે. દીપિકાએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે. આ સમાચાર દંપતીએ સોશિયલ મીડિયા દ્વારા શેર કરતાં ચાહકો અને ક્રિકેટ જગત તરફથી અભિનંદનનો વરસાદ વરસ્યો છે.

દિનેશ કાર્તિક બીજીવાર બન્યો પિતા

દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ દ્વારા આ ખુશખબર જાહેર કરી. પોસ્ટમાં તેમણે લખ્યું કે તેમના જીવનમાં આ નવો અધ્યાય ખૂબ આનંદ અને કૃતજ્ઞતાથી ભરેલો છે. નાની બાળકીના આગમનથી પરિવાર સંપૂર્ણ બન્યો છે.

ત્રીજા બાળકના બન્યા માતા-પિતા

કાર્તિક-દીપિકાનું આ ત્રીજું સંતાન છે. અગાઉ, 28 ઓક્ટોબર 2021ના રોજ દીપિકાએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો હતો. તેમના પુત્રોના નામ કબીર અને જિયાન છે, અને હવે તેઓ તેમની નાની બહેનના આગમનથી ખૂબ જ ખુશ છે. પરિવારમાં આ નવા સભ્યનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું છે.

View this post on Instagram

A post shared by Dinesh Karthik (@dk00019)

પુત્રીનું નામ ‘રાહા’ રાખ્યું

દિનેશ કાર્તિક અને દીપિકાએ તેમની પુત્રીનું નામ ‘રાહા’ રાખ્યું હોવાનું પણ જણાવ્યું છે. આ નામ સોશિયલ મીડિયા પર જાહેર થતાં ચાહકોમાં પણ ચર્ચાનો વિષય બન્યું છે. ફેન્સ રાહાના જન્મ પર કાર્તિક અને દીપિકાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

કોહલી સહિત ક્રિકેટરોએ શુભકામના પાઠવી

ક્રિકેટ જગતમાંથી પણ ઘણા સ્ટાર ખેલાડીઓએ આ દંપતીને અભિનંદન પાઠવ્યા છે. ખાસ કરીને વિરાટ કોહલીએ તેની પોસ્ટ પર હાર્ટ ઇમોજી શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત અન્ય ખેલાડીઓ અને તેના પરિવારજનોએ પણ શુભકામનાઓ પાઠવી હતી.

IPLમાં RCB કોચિંગ સ્ટાફમાં સામેલ

દિનેશ કાર્તિક હાલમાં IPLમાં સક્રિય છે. અગાઉ તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ માટે રમ્યો પણ હતો. હવે તે RCB ટીમના કોચિંગ સ્ટાફનો પણ ભાગ છે. ક્રિકેટ બાદના જીવનમાં પણ તે સક્રિય રીતે જોડાયેલો છે.

દિનેશ કાર્તિકની કારકિર્દી

દિનેશ કાર્તિકના ક્રિકેટ કરિયર પર નજર કરીએ તો તેણે 18 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 26 ટેસ્ટ, 94 વનડે અને 60 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં તેણે અનુક્રમે 1,025, 1,752 અને 686 રન બનાવ્યા હતા. તેણે લીગ ક્રિકેટ મળી કુલ 415 T20 મેચોમાં 7,557 રન બનાવ્યા છે, જેમાં 35 ફિફ્ટીનો સમાવેશ થાય છે.

Breaking News: બુમરાહ સામે ફક્ત ચાર ખેલાડીઓએ ફટકારી છે પાંચથી વધુ સિક્સર, જાણો કોણે માર્યા સૌથી વધુ છગ્ગા

Follow Us
રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ
રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ
સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ
સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
g clip-path="url(#clip0_868_265)">