AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Metaની સુપર ઓફર, Facebook Reels થી આ રીતે બનશો લખપતિ ! જાણો

Meta એ Creator Fast Track પ્રોગ્રામ લોન્ચ કર્યો છે જેનાથી ક્રિએટર ફેસબુક પર કમાણી તેમજ પોતાને લોકો વચ્ચે સક્રિય કરી શકે. આ પ્રોગ્રામ ઇન્સ્ટાગ્રામ, ટિકટોક તેમજ યુટ્યુબ પર 100,000 થી વધુ ફોલોઅર્સ ધરાવતા ક્રિએટર્સને ત્રણ મહિનાની ચુકવણી અને કન્ટેન્ટ પહોંચાડવામાં વધારો કરશે. ચાલો તમને જણાવીએ કે તમે દર મહિને કેટલી કમાણી કરી શકો છો.

Metaની સુપર ઓફર, Facebook Reels થી આ રીતે બનશો લખપતિ ! જાણો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2026 | 4:04 PM
Share

Meta ના Facebook એ Creator Fast Track પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય ક્રિએટરોને પૈસા કમાવવાની તક પૂરી પાડવાની છે. આ પ્રોગ્રામથી ક્રિએટરોને ગેરંટી પર ચુકવણી તેમજ વધુ કન્ટેન્ટ સાથે ફેસબૂકમા વૃદ્ધિ કરવામાં મદદ મળશે. આ નવો પ્રોગ્રામ ફેસબુકના અર્થતંત્રમાં વધતી પ્રતિબદ્ધતા અને રોકાણનો એક ભાગ છે.

Creator Fast Track Program શું છે?

કંપનીએ જણાવ્યું કે, “અમે ક્રિએટરોથી સાંભળ્યું છે, કે જેઓ અન્ય પ્લેટફોર્મ પર ફોલોઅર્સ બનાવ્યા છે તેમણે Facebook પર શરૂઆત કરવાનું કેટલું પડકારજનક લાગે છે. આ જ કારણે અમે તેમના માટે સરળ અને ઝડપી ક્રિએટર ફાસ્ટ ટ્રેક પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છીએ. પ્રોગ્રામમાં રહેલા ક્રિએટરોને આપેલ રીલ્સ પર વધુ પહોંચ મળશે. તેમજ તેમના ફોલોઅરમાં પણ વેગ આવશે અને આપેલ રીલ્સ શેર કરવા બદલ ત્રણ મહિનાની ગેરંટી પૈકી ચુકવણી મળશે.

કમાણી કેવી રીતે થશે?

આ કાર્યક્રમમાં ભાગ લેનારા ક્રિએટરોને જો Instagram, TikTok અથવા YouTube પર ઓછામાં ઓછા 100,000 ફોલોઅર્સ હશે તો તેઓ દર મહિને $1,000 (આશરે રૂ. 93,397) કમાઈ શકે છે. અથવા જો તેમના ઓછામાં ઓછા એક પ્લેટફોર્મ પર દસ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા હોય તો તેઓ દર મહિને $3,000 (આશરે રૂ. 280,193) કમાઈ શકે છે. આ કાર્યક્રમ ક્રિએટરોને ફેસબુક કન્ટેન્ટ મોનેટાઇજ માટે તાત્કાલિક ઍક્સેસ પણ આપે છે. જેનાથી તેઓ વધુ કમાણી કરી શકે છે અને ક્રિએટર ફાસ્ટ ટ્રેક પ્રોગ્રામ સમાપ્ત થયા પછી પણ પાત્ર ધરાવતા કન્ટેન્ટમાંથી કમાણી ચાલુ રાખી શકે છે.

Facebook Reelsથી કરો મોટી કમાણી

ફેસબુક ક્રિએટરને તેમના સમુદાયો સાથે સુસંગત કન્ટેન્ટ બનાવવા માટે તેમજ તેમના કાર્યને મદદ કરવા માટે વધુ રોકાણ કરી રહ્યું છે. 2025 માં, ફેસબુક તેના ક્રિએટર મોનેટાઇજ કાર્યક્રમ દ્વારા કન્ટેન્ટ ક્રિએટરોને લગભગ $3 બિલિયન ચૂકવશે, જે પાછલા વર્ષ (2024) કરતા 35 ટકાનો વધારો છે અને અત્યાર સુધીનો સૌથી વધુ વાર્ષિક છે.

Breaking News તમારું ખાતું PNBમાં હોય, તો થઈ જાઓ સાવધાન! 15 એપ્રિલ પછી આ ખાતાઓ થઈ શકે છે બંધ, જુઓ આ રીતે.. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">