Breaking News : પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ, જુઓ Video
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સચિવોને કડક સૂચના આપી હતી.તેમજ વિધાનસભા ગૃહમાં સરકારનું પરફોર્મન્સ નબળું દેખાતા મુખ્યમંત્રીએ સચિવોને ખખડાવ્યા હતા.બુધવારે મળેલી કેબિનેટમાં CMએ સચિવોનો ઉધડો લીધા હતા.
હાલમાં વિધાનસભાની અંદર સત્ર ચાલી રહ્યું છે.વિધાનસભા ગૃહમાં મંત્રીઓને યોગ્ય માહિતી પહોંચાડવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સચિવોને કડક સૂચના આપી છે. પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ થયા હતા.આંકડાકીય અને પૂરતી માહિતી સચિવો મંત્રીઓને પહોચાડતા ન હોવાથી CM નારાજગી વ્યક્ત કરી હતી.વિધાનસભા ગૃહમાં સરકારનું પરફોર્મન્સ નબળું દેખાતા મુખ્યમંત્રીએ સચિવોને ખખડાવ્યા હતા.
CM ભુપેન્દ્ર પટેલ બગડ્યા
વિધાનસભા ગૃહની અધિકારી દીર્ઘામાં સચિવોની ગેરહાજરી મુદ્દે પણ CM ભુપેન્દ્ર પટેલ બગડ્યા હતા.બુધવારે મળેલી કેબિનેટમાં CMએ સચિવોનો ઉધડો લીધા હતા. વિપક્ષની સંખ્યા ઓછી હોવા છતાં સરકારનું ખરાબ દેખાવાનું કારણ અધિકારીઓની નિષ્ક્રિયતા હોવાનું જણાવ્યું હતુ.વિપક્ષમાં ગણતરીના લોકો છે. તેમ છતાંસરકારનું ખરાબ દેખાવાનું કારણ અધિકારીઓની નિષ્ક્રિયતા હોવાનું જણાવ્યું હતુ.
