AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu vs Gregorian Calendar : જાણો હિન્દુ કેલેન્ડર અને ગ્રેગોરિયન કેલેન્ડર વચ્ચે શું તફાવત છે?

ભારત સહિત વિશ્વભરના ઘણા દેશો માં સમયની ગણતરી માટે અલગ અલગ કેલેન્ડરનો ઉપયોગ કરે છે. આધુનિક વિશ્વમાં ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ થાય છે, પરંતુ ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક હેતુઓ માટે હિન્દુ કેલેન્ડરનું વિશેષ મહત્વ રહેલું છે. ચાલો જાણીએ કે આ બે કેલેન્ડર વચ્ચે શું તફાવત છે અને તેમની વિશેષતા શું છે.

Hindu vs Gregorian Calendar : જાણો હિન્દુ કેલેન્ડર અને ગ્રેગોરિયન કેલેન્ડર વચ્ચે શું તફાવત છે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2026 | 4:05 PM
Share

ભારતમાં, સમય અને તારીખોની ગણતરી માટે બે મુખ્ય કેલેન્ડરનો ઉપયોગ થાય છે: હિન્દુ કેલેન્ડર અને ગ્રેગોરિયન કેલેન્ડર. જ્યારે ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં સત્તાવાર રીતે ઉપયોગ થાય છે, જ્યારે હિન્દુ કેલેન્ડર ધાર્મિક, સાંસ્કૃતિક અને જ્યોતિષીય હેતુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2026 માં, હિન્દુ નવું વર્ષ 19 માર્ચથી શરૂ થયું છે, જે ચૈત્ર સુદ એકમ તરીકે ઉજવવામાં આવે છે.

ગ્રેગોરિયન કેલેન્ડર શું છે?

  • ગ્રેગોરિયન કેલેન્ડર આજે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કેલેન્ડર છે. તેનો અમલ 1582માં પોપ ગ્રેગરી-13(Pope Gregory-13) દ્વારા કરવામાં આવ્યો હતો.
  • આ સંપૂર્ણપણે સૌર આધારિત કેલેન્ડર છે.
  • તેમાં એક વર્ષમાં 365 દિવસ હોય છે (જો લીપ વર્ષ હોય તો 366 દિવસ).
  • વર્ષ જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી 12 મહિનામાં વહેંચાયેલું છે.
  • તેનો ઉપયોગ સરકારી, શૈક્ષણિક અને આંતરરાષ્ટ્રીય કાર્યમાં થાય છે.

હિન્દુ કેલેન્ડર શું છે?

  • હિન્દુ કેલેન્ડર એક ચંદ્ર-સૌર કેલેન્ડર છે, જે સૂર્ય અને ચંદ્ર બંનેની ગતિવિધિઓ પર આધારિત છે.
  • આમાં, મહિનાઓની ગણતરી ચંદ્રના ચક્ર અનુસાર કરવામાં આવે છે.
  • એક મહિનામાં 30 તિથિઓ હોય છે (વદ અને સુદ).

મહિનાઓની ગણતરી

હિંદુ કેલેન્ડરમાં 12 મહિનાનો સમાવેશ થાય છે: ઉત્તર ભારતના હિન્દીભાષી રાજ્યોમાં ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગશર, પોષ, મહા અને ફાગણ. વર્ષમાં અંદાજે 354 દિવસ હોય છે. જ્યારે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ કારતક મહિનાથી, વિક્રમ સંવતની શરૂઆત કરવામાં આવે છે.

હિન્દુ કેલેન્ડર નું ધાર્મિક મહત્વ

હિન્દુ કેલેન્ડર ફક્ત સમય માપવાનું સાધન નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનો એક આધારસ્તંભ પણ છે. આ પ્રમાણે, નવરાત્રી, દિવાળી, હોળી જેવા મુખ્ય તહેવારો ઉજવવામાં આવે છે. આ ઉપરાંત, પંચાંગનો ઉપયોગ લગ્ન, ગૃહપ્રવેશ અને અન્ય શુભ કાર્યો માટે પણ કરવામાં આવે છે.

બે કેલેન્ડર કેમ અલગ છે?

હિન્દુ કેલેન્ડર ખગોળીય ઘટનાઓ અને ગ્રહોની સ્થિતિ પર આધારિત છે, અને તેથી તે સુગમતા અને વિવિધતા પ્રદાન કરે છે. ગ્રેગોરિયન કેલેન્ડર આંતરરાષ્ટ્રીય સ્તરે એકરૂપતા અને સુવિધા માટે બનાવવામાં આવ્યું છે.

Parenting Tips : તમારુ બાળક બધા સામે જેમ ફાવે એમ બોલી નાખે છે? જાણો તેને કેવી રીતે સમજાવશો, વધુ સમાચાર વાંચો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">