Breaking news: જામનગરમાં અચાનક વાતાવરણ પલટાયું, લાલપુરમાં કરા સાથે વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video
અચાનક બદલાયેલા હવામાનને કારણે ઉનાળાની ગરમીમાંથી થોડી રાહત તો મળી છે, પરંતુ બીજી તરફ ખેતી માટે આ પરિસ્થિતિ મુશ્કેલી ઊભી કરી શકે છે. ખાસ કરીને ચણા અને ઘઉંના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પાક હાલમાં કાપણીના તબક્કે હોવાથી કરા અને પવનથી નુકસાન થવાની શક્યતા વધુ છે.
જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોર બાદ પવનની સાથે કાળા ડિબાંગ વાદળો છવાતા અનેક ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. બબરજર અને અપીયા સહિતના ગામોમાં પડેલા કરા અને ભારે પવનને કારણે સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.
અચાનક બદલાયેલા હવામાનને કારણે ઉનાળાની ગરમીમાંથી થોડી રાહત તો મળી છે, પરંતુ બીજી તરફ ખેતી માટે આ પરિસ્થિતિ મુશ્કેલી ઊભી કરી શકે છે. ખાસ કરીને ચણા અને ઘઉંના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પાક હાલમાં કાપણીના તબક્કે હોવાથી કરા અને પવનથી નુકસાન થવાની શક્યતા વધુ છે.
આવતીકાલે પણ માવઠાની શક્યતા
હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આવતીકાલે પણ માવઠાની શક્યતા યથાવત છે. આ કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જો આગામી દિવસોમાં પણ આવું જ હવામાન રહેશે, તો પાકને વધુ નુકસાન થવાની શક્યતા છે.
ખેડૂતો સરકાર તરફથી સહાય અને નુકસાનના સર્વેની અપેક્ષા રાખી રહ્યા છે. હાલમાં, ખેતી સાથે જોડાયેલા લોકો આ અચાનક બદલાયેલા વાતાવરણને કારણે ચિંતિત જોવા મળી રહ્યા છે.