રાજ્યના વાતાવરણમાં આવશે પલટો. 20 માર્ચ સુધી કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતાઓ.ભારે પવનની સાથે સાથે કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ. સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે કમોસમીની આગાહી. ભર ઉનાળે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી. કેરી, મગ, ઘંઉ, બાજરી, મકાઈના પાકને નુક્સાન થવાની શક્યતાઓ. સાથે કેરીના પાકને પણ નુકસાન થવાની શક્યતાઓ છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિદ્વારકામાં વરસાદ પડી શકે તેવી શક્યતાો. જ્યારે 19 માર્ચે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લાને બાદ કરતાં આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ કરવામાં આવી.