Lata Mangeshkar Love story : આ ક્રિકેટર સાથે લતા મંગેશકરને હતો પ્રેમ, જાણો કેમ રહી ગઇ લવ સ્ટોરી અધૂરી

|

Feb 06, 2022 | 4:20 PM

એક માહિતી મુજબ લતા મંગેશકર ડુંગરપુર રાજવી પરિવારના મહારાજા રાજ સિંહના (Raj Singh Dungarpur) પ્રેમમાં હતા.

Lata Mangeshkar Love story : આ ક્રિકેટર સાથે લતા મંગેશકરને હતો પ્રેમ, જાણો કેમ રહી ગઇ લવ સ્ટોરી અધૂરી
Lata Mangeshkar's love story

Follow us on

લતા મંગેશકર (Lata Mangeshkar) કે જેમણે પોતાના અવાજથી આખી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે તેમણે આજે આપણા બધા વચ્ચેથી વિદાઇ લઇ લીધી છે. તેમના અવાજ પાછળ દુનિયાભરના લોકો દિવાના હતા. તેમની ઉપલબ્ધીઓ વિશે તો તમે સૌ જાણતા જ હશો પરંતુ ઘણા ઓછા લોકો તેમની પ્રેમ કહાણી વિશે જાણો છો.

તમને જણાવી દઈએ કે લતા મંગેશકર માત્ર ભારતીયોના દિલમાં જ નહીં પરંતુ સંગીતને (Music) ચાહનાર દરેક વ્યક્તિના દિલમાં વસે છે. લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઈન્દોરમાં થયો હતો. ઘરની સ્થિતિ સારી ન હોવાથી તેમને અગણિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે પોતાની મહેનત, સમર્પણ અને જુસ્સાથી આ સિદ્ધિ હાંસલ કરી છે. લતા મંગેશકરે 30 થી વધુ ભાષાઓમાં 10 હજારથી વધુ ગીત ગાયા છે.

લતા મંગેશકરને વર્ષ 1989માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી (Dadasaheb Phalke) નવાજવામાં આવ્યા હતા અને ત્યારબાદ 2001માં લતાજીને ભારતના સૌથી મોટા પુરસ્કાર ભારત રત્નથી (Bharat Ratna) પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. લતાજીના લાખો ચાહકોના મનમાં એક પ્રશ્ન અવશ્ય હશે કે લતાજીએ લગ્ન કેમ ન કર્યા ? તો આજે અમે તમને લતાજીના પ્રેમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. કહેવાય છે કે લતાજી પણ કોઈના પ્રેમમાં પડી ગયા હતા પરંતુ લગ્ન ન થઈ શક્યા. તેમની પ્રેમ કહાની અધૂરી રહી.

શું તમારી ગાડી કે બાઈક પર ભગવાનનું નામ લખેલું છે? જાણો પ્રેમાનંદ મહારાજે કરી સચોટ વાત
નહાયા પછી ભૂલથી પણ ના કરતા આ 5 કામ, નહીં તો ગરીબી આવી જશે
Knowledge : વાઈનના ગ્લાસમાં દાંડી કેમ હોય છે? બહુ ઓછા લોકો જાણે છે આ રહસ્ય
ક્રિકેટની સાથે આ સરકારી પદ પર છે યુઝવેન્દ્ર ચહલ, મળે છે મોટો પગાર !
Winter Tips : શિયાળામાં ઈન્ડોર પ્લાન્ટ Succulentsની આ રીતે રાખો કાળજી
Makhana : શિયાળામાં શેકેલા મખાના કયા સમયે ખાવા જોઈએ, નિષ્ણાતો પાસેથી જાણો

એક માહિતી મુજબ લતા મંગેશકર ડુંગરપુર રાજવી પરિવારના મહારાજા રાજ સિંહના (Raj Singh Dungarpur) પ્રેમમાં હતા. એક સમાચાર અનુસાર એવું કહેવાય છે કે રાજ સિંહે તેના માતા-પિતાને વચન આપ્યું હતું કે તે કોઈપણ સામાન્ય પરિવારની છોકરી સાથે લગ્ન નહીં કરે અને તેથી જ મહારાજા રાજ સિંહ છેલ્લી ઘડી સુધી પોતાના માતા-પિતાને આપેલું વચન પાળ્યું. કહેવાય છે કે મહારાજા રાજ સિંહ લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરના મિત્ર પણ હતા.

લતા મંગેશકર જેને પ્રેમ કરતા હતા તે ક્રિકેટના ખૂબ શોખીન હતા. તેઓ લગભગ 16 વર્ષ સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમ્યા છે. આ પછી રાજ સિંહ 20 વર્ષ સુધી ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા (BCCI) સાથે પણ જોડાયેલા હતા. તેઓ બે ટર્મ માટે રાષ્ટ્રીય ટીમના પસંદગીકાર પણ હતા અને ચાર વખત ભારતીય ટીમના વિદેશ પ્રવાસનું સંચાલન કર્યું હતું. વિકિપીડિયા અનુસાર તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો –

લતા મંગેશકરે પોતાનો પહેલો ફિલ્મફેર એવોર્ડ સ્વીકારવાની ના પાડી, કારણ જાણીને ચોંકી જશો

આ પણ વાંચો –

2 દિવસ ભૂખ્યા-તરસ્યા રહીને લતા મંગેશકરના માતા અને ભાઈ-બહેન પહોંચ્યા હતા મુંબઈ, જાણો કેવું હતું લતાજીનું રિએક્શન?

Next Article