Sansera Engineering IPO : આજે થઇ રહી છે શેરની ફાળવણી ,આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ?

|

Sep 21, 2021 | 9:16 AM

શેરબજારના જાણકારોના જણાવ્યા અનુસાર સંસેરા એન્જિનિયરિંગનો આઈપીઓ બંધ થયા બાદ તેના GMP (Grey Market Premium) માં ફરી એકવાર સુધારો થવા લાગ્યો છે.

સમાચાર સાંભળો
Sansera Engineering IPO  : આજે થઇ રહી છે શેરની ફાળવણી ,આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ?
Sansera Engineering IPO

Follow us on

ઓટો કમ્પોનન્ટ ઉત્પાદક સંસેરા એન્જિનિયરિંગ(Sansera Engineering)નો IPO 14 મીએ ખુલ્યો અને 16 સપ્ટેમ્બરે બંધ થયો હતો. ઇશ્યૂ બંધ થયા બાદથી બિડર્સ શેર ફાળવણીની તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલ છે કે શેરની ફાળવણી આજે 21 સપ્ટેમ્બરના રોજ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે કંપનીએ 1282.98 કરોડ રૂપિયાનો IPO જારી કર્યો હતો જે 11.47 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.

શેરબજારના જાણકારોના જણાવ્યા અનુસાર સંસેરા એન્જિનિયરિંગનો આઈપીઓ બંધ થયા બાદ તેના GMP (Grey Market Premium) માં ફરી એકવાર સુધારો થવા લાગ્યો છે.

બજારના નિષ્ણાતો શું કહે છે?
કંપનીના અનલિસ્ટેડ શેર્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ 80 થી ઘટીને રૂ 10 પર આવી ગયું હતું. 17 સપ્ટેમ્બરે તેનો જીએમપી 18 રૂપિયા હતો, જ્યારે 18 સપ્ટેમ્બરે ગ્રે માર્કેટ પ્રીમિયમ 20 રૂપિયા વધીને 38 રૂપિયા થયું હતું. બજારના નિષ્ણાતો અનુસાર છેલ્લા દિવસે સારી બિડિંગને કારણે ગ્રે માર્કેટમાં કંપનીના અનલિસ્ટેડ શેરની કિંમત વધી છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

જો તમે નાણાંનું રોકાણ પણ કર્યું હોય તો તમે BSE ની વેબસાઇટ દ્વારા તમારી ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો. વૈકલ્પિક રીતે તમે રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસ કરી શકો છો.

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો
>> સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspxપર જવું પડશે.
>> અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
>> હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
>> તમારો એપ્લિકેશન નંબર લખો.
>> પાન નંબર દાખલ કરો
>> હવે Search પર ક્લિક કરો.
>> હવે આખી વિગત તમને જોવા મળશે.

 

રજિસ્ટ્રારની વેબસાઇટ પર ફાળવણી તપાસો
>> તમારે પહેલા આ લિંકlinkintime.co.in/MIPO/Ipoallotment.html પર ક્લિક કરવાનું રહેશે.
>> તે પછી ડ્રોપડાઉન દ્વારા IPO નું નામ પસંદ કરો.
>> હવે તમારું ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી અથવા પાન દાખલ કરો.
>> જો તમારી પાસે એપ્લિકેશન નંબર છે તો અરજીના પ્રકાર પર ક્લિક કરો.
>> એનએસડીએલ અથવા સીડીએસએલમાંથી તમારી ડિપોઝિટરી પસંદ કરો અને તમારો ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી દાખલ કરો.
>> તે પછી કેપ્ચા સબમિટ કરો.
>> અહીં તમે ફાળવણીની સંપૂર્ણ વિગતો જોશો.

જાણો કંપની વિશે
સાનસેરા ઓટોમોટિવ અને નોન-ઓટોમોટિવ ક્ષેત્રોમાં કોમ્પ્લેક્સ અને ક્રિટિકલ પોઝિશન એન્જિનિયર્ડ કમ્પોનેન્ટનું અગ્રણી ઉત્પાદક છે અને તેનું વિશાળ બજાર છે. તે ટુ-વ્હીલર્સ માટે કનેક્ટિંગ રોડ, ક્રેન્કશાફ્ટ, રોકર આર્મ્સ અને ગિયર શિફ્ટર ફોર્કસ અને પેસેન્જર વાહનો માટે કનેક્ટિંગ રોડ્સ અને રોકર આર્મ્સનું અગ્રણી ઉત્પાદક છે. સાનસેરાને ટુ-વ્હીલર અને કાર ઉત્પાદકો સાથે લાંબો સંબંધ છે. શેખર વાસન, ઉન્ની રાજગોપાલ કોથેનાથ, ફરાજ સિંઘવી અને દેવપ્પા દેવરાજ સંયુક્ત રીતે કંપનીમાં 40.6% હિસ્સો ધરાવે છે. કંપનીમાં કુલ પ્રમોટર જૂથનો હિસ્સો 43.9%છે. રોકાણકાર ક્લાયન્ટ Eben અને CVCIGP II કર્મચારી Eben અનુક્રમે 35.4% અને 19.8% ધરાવે છે.

 

આ પણ વાંચો : Paras Defence and Space IPO: ઇશ્યૂ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં શેરના થયા બમણા ભાવ, રોકાણ વિશે નિષ્ણાતોનો જાણો અભિપ્રાય

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે 1 લીટર પેટ્રોલ અને ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે? જાણો અહેવાલમાં

Published On - 9:14 am, Tue, 21 September 21

Next Article