Bhakti : રવિવારે બિલકુલ ન કરો આ કામ ! નહીં તો કરવો પડશે સૂર્યદેવના પ્રકોપનો સામનો

યશ, કિર્તી અને સન્માનની પ્રાપ્તિ કરાવે છે સૂર્યદેવ. પણ જો રવિવારે ભૂલથી પણ ન કરતાં આ ભૂલ. કારણકે જો રવિવારે કરવામાં આવે આ ભૂલ તો આપના જીવનમાં આપને કરવો પડી શકે છે સૂર્યદેવની નારાજગીનો સામનો.

Bhakti : રવિવારે બિલકુલ ન કરો આ કામ ! નહીં તો કરવો પડશે સૂર્યદેવના પ્રકોપનો સામનો
યશ, કિર્તી અને સન્માનની પ્રાપ્તિ કરાવે છે સૂર્યદેવ !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 01, 2021 | 6:16 AM

સૂર્યદેવ (SUN) એટલે તો આ આખાંય ચરાચર જગતની આત્મા. સૂર્ય છે તો તેજ છે. સૂર્ય છે તો જ ઉજાશ છે. પછી તે પૃથ્વીની વાત હોય કે આપણાં જીવનની. જ્યોતિષ શાસ્ત્રમાં તો સૂર્યદેવને તમામ ગ્રહોના રાજા કહેવાય છે. આદિ પંચદેવમાં જેમનું છે સ્થાન એવા સૂર્યદેવ એ પ્રત્યક્ષ દેવ કહેવાય છે. આપણે સૌ જાણીએ છીએ કે સૂર્યદેવ વગર તો આ સંસારની ક્ષણ પણ કલ્પી ન શકાય.

આપણા શાસ્ત્રોમાં દરેક દેવી દેવતાની પૂજા અર્ચના માટે એક-એક વાર સમર્પિત છે. એમાં પણ રવિવાર એટલે તો સૂર્યદેવને પ્રસન્ન કરવાનો સૌથી ઉત્તમ અવસર. આપણે સૌ સૂર્યદેવને પ્રસન્ન કરવા અનેક ઉપાયો કરતાં હોઈએ છીએ. કહેવાય છે કે સૂર્યદેવ જો પ્રસન્ન થાય તો વ્યક્તિને તેના કાર્યમાં યશની પ્રાપ્તિ થાય છે, સમાજમાં સન્માન જળવાઈ રહે છે અને એટલું જ નહીં વ્યક્તિને સુસ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.

જો આપ ઈચ્છો છો કે સૂર્યદેવ આપના પર પ્રસન્ન થાય તો રવિવારે કેટલીક બાબતો બિલકુલ ન કરવી જોઈએ. કારણકે જો આ બાબતોનું નહીં રાખો ધ્યાન તો આપને સૂર્યદેવના કોપનો સામનો કરવો પડશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

1. રવિવારે જમવામાં મીઠાંનો(નમક) ઉપયોગ બિલકુલ પણ ન કરવો. કહે છે કે તે સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય નથી. માન્યતા છે કે જો રવિવારે રસોઈમાં મીઠાંનો પ્રયોગ કરવામાં આવે તો વ્યક્તિને ધારેલા કામમાં સફળતા મળતી નથી.

2. રવિવારે દૂધને ઢોળવું નહીં અને દૂધને બાળવું પણ નહીં.

3. રવિવારે સવારે મોડે સુધી ન સુવું જોઈએ. જે વ્યક્તિ મોડે સુધી સુતા રહે છે તેમની કુંડળીમાં સૂર્ય ગ્રહ કમજોર પડે છે.

4. રવિવારે કોઈ વ્યક્તિની સામે ગુસ્સો ન કરવો. નહીં તો આપને સૂર્યદેવના ગુસ્સાનો સામનો કરવો પડે છે.

5. રવિવારે આપના માતા પિતાનું અને કોઈ ગરીબનું અપમાન ન કરવું.

6. કહે છે કે તાંબુ એ સૂર્ય સાથે જોડાયેલ ધાતું છે માટે રવિવારે તાંબાનું વેચાણ ન કરવું.

7. સૌથી છેલ્લી પણ ખૂબ જરૂરી બાબત. દર રવિવારે સૂર્યદેવને જળ અવશ્ય ચઢાવવું પરંતુ નાહ્યાં પહેલાં ક્યારેય આ કાર્ય ન કરવું. યાદ રહે જળ અર્પણ કરતી વખતે આપનું મુખ પૂર્વ સિવાય બીજી કોઈ દિશામાં ન હોવું જોઈએ.

આ પણ વાંચો :બ્રહ્મચારી હનુમાનજીના પણ થયા હતા લગ્ન ! આ મંદિરમાં પત્ની સાથે જ બિરાજમાન થયા પવનપુત્ર

આ પણ વાંચો : શું તમે કરો છો શનિદેવના આ દસ નામનો જાપ ? જાપ માત્રથી શનિદેવ હરશે સઘળા સંતાપ !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">