Ahmedabad : સોનાના ખજાના બાદ, કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત, જુઓ Video
અમદાવાદના પાલડી વિસ્તારમાંથી સોનાનો ખજાનો મળ્યા બાદ હવે અમદાવાદમાં એક કારના ચોરખાનામાંથી ચાંદીનો જથ્થો ઝડપાયો છે. કારના ચોરખાનામાંથી 30 લાખની કિંમતની ચાંદી મળી આવી છે.
અમદાવાદના પાલડી વિસ્તારમાંથી સોનાનો ખજાનો મળ્યા બાદ હવે અમદાવાદમાં એક કારના ચોરખાનામાંથી ચાંદીનો જથ્થો ઝડપાયો છે. કારના ચોરખાનામાંથી 30 લાખની કિંમતની ચાંદી મળી આવી છે. બિલ વગર સોના-ચાંદીના બિસ્કિટની હેરાફેરીની બાતમી મળતા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.
બાતમીના આધારે PCBની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ઓઢવ રિંગ રોડ પર કારની તપાસ કરતાં બિલ વગરનો ચાંદીનો જથ્થો ઝડપાયો હતો. કુલ ₹30 લાખની કિંમતની 29.940 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે. PCB દ્વારા બે લોકોની અટકાયત કરી છે.
કારના ચોરખાનામાંથી મળી આવી ચાંદી
ઉલ્લેખનીય છે કે કારમાં ચાંદી છુપાવવા એક ચોરખાનું બનાવવામાં આવેલું હતુ. માણેકચોકના પાટીદાર જ્વેલર્સના કરણ પટેલના ત્યાંથી ચાંદીનો જથ્થો લેવાયો હોવાનો ખુલાસો થયો છે. જેને મધ્યપ્રદેશ જામ્બુવા લઈ જવાઈ રહ્યો હતો. PCB દ્વારા હાલ ભાવેશ સોની નામના શખ્સની અને ડ્રાઈવર અબ્દુલ ખાનની અટકાયત કરવામાં આવી છે.