Gujarat Weather forecast : આજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી,જુઓ Video

| Edited By: | Updated on: Jul 03, 2023 | 7:13 AM

રાજ્યમાં ચોમાસુ પ્રારંભ થતાની સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. તેવામાં આજે અમદાવાદ,અમરેલી,ભરુચ,છોટાઉદેપુર,ગાંધીનગર,ગીર સોમનાથ,ખેડા,મહીસાગર,મહેસાણા અને વડોદરામાં દિવસ દરમિયાન 31 ડિગ્રી તાપમાન રહેશે.

Rain : રાજ્યમાં ચોમાસુ પ્રારંભ થતાની સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. તેવામાં આજે અમદાવાદ,અમરેલી,ભરુચ,છોટાઉદેપુર,ગાંધીનગર,ગીર સોમનાથ,ખેડા,મહીસાગર,મહેસાણા અને વડોદરામાં દિવસ દરમિયાન 31 ડિગ્રી તાપમાન રહેશે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,જુઓ Video

તોઆણંદ,અરવલ્લી,બનાસકાંઠા,દાહોદ,નર્મદા,નવસારી,પંચમહાલ,પાટણ,સાબરકાંઠા,સુરત તેમજ તાપીમાં દિવસ દરમિયાન 30 ડિગ્રી તાપમાન રહેશે. તો આ તરફ વલસામાં 29 ડિગ્રી તાપમાન રહેશે. તો રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી,બોટાદ જેવા જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહેશે. તો બીજી તરફ ડાંગ જિલ્લામાં 28 ડિગ્રી તાપમાન રહેશે.

આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આજથી છૂટો છવાયો વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ ન હોવાના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં છૂટો છવાયો તેમજ સામાન્ય વરસાદ રહે તેવી સંભાવના છે.

ભારે વસાદના પગલે રાજ્યમાં ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ગુજરાતના કુલ 207 ડેમ 44 ટકા કરતા વધારે ભરાયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમ 47 ટકા કરતા વધુ ભરાયા છે. તો કચ્છના 20 ડેમ 51 ટકા કરતા વધારે ભરાયા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો