AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 18 કરોડના ખેલાડીને IPL 2026 માં રમવાની મંજૂરી ના મળી, KKR ની વધી મુશ્કેલી

IPL 2026 શરુ થાય તે પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સની મુશ્કેલી વધી ગઈ છે. હર્ષિત રાણા બાદ વધુ એક સ્ટાર બોલર આખી ટુર્નામેન્ટમાંથી થઈ શકે તેવા સમાચાર સામે આવ્યા છે. આ ખેલાડીને 18 કરોડમાં ટીમમાં સામલે કરવામાં આવ્યો છે.

Breaking News: 18 કરોડના ખેલાડીને IPL 2026 માં રમવાની મંજૂરી ના મળી, KKR ની વધી મુશ્કેલી
| Updated on: Mar 19, 2026 | 10:07 PM
Share

IPL ની 19 મી સિઝન પહેલા KKRની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાતા નથી. પહેલા તેમનો મુખ્ય ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઘાયલ થયો, અને હવે એવા અહેવાલ છે કે એક મેચ વિનર બોલરને IPLમાં રમવાની મંજુરી મળી નથી. એવામાં KKRનું બોલિંગ યુનિટ નબળું દેખાઈ રહ્યું છે.

પથિરાના IPLમાં રમે તેવી શક્યતા ઓછી

શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાનાને 2026ના T20 વર્લ્ડ કપ દરમિયાન ઈજા થઈ હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન તેના ડાબા પગમાં સ્નાયુમાં ખેંચાણ આવ્યું હતું. ફોલો-થ્રુ દરમિયાન તેને દુખાવો થયો અને તે જમીન પર પડી ગયો. આ ઈજાને કારણે તે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો. પથિરાના તેની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો હે પણ શ્રીલંકા બોર્ડના ફિટનેસ ટેસ્ટમાં તે નિષ્ફળ ગયો છે, જેના કારણે તેને IPLમાં રમવાની મંજૂરી આપવામાં આવી નથી.

પથિરાનાનો પગાર 18 કરોડ રૂપિયા

મથિશા પથિરાનાને KKRએ ₹18 કરોડમાં ખરીદ્યો હતો. પથિરાનાને ખરીદવા માટે KKR અને LSG વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો, પરંતુ અંતે KKR એ હરાજી જીતી હતી. જોકે, KKR પથિરાનાને લઈને મૂંઝવણમાં હોય તેવું લાગે છે. પથિરાનાની ઈજા પછી, KKRનું પેસ બોલિંગ યુનિટ નબળું પડેલું દેખાય છે.

પથિરાના વિના KKRનું બોલિંગ યુનિટ નબળું

રાણા અને પથિરાનાની ઈજાઓ સાથે, KKR પાસે હવે એવા બોલરો છે જેમને T20 ક્રિકેટમાં અનુભવનો અભાવ છે અથવા તેઓએ આ ફોર્મેટમાં ખરાબ પ્રદર્શન કર્યું છે. ટીમ પાસે પહેલાથી જ આકાશ દીપ, કાર્તિક ત્યાગી અને ઉમરાન મલિક જેવા બોલરો છે. ટીમે બ્લેસિંગ મુઝારાબાનીને ટીમમાં સામેલ કર્યો છે, પણ તેને IPLમાં રમવાનો કોઈ અનુભવ નથી.

પથિરાનાની IPL કારકિર્દી

પથિરાના 2022 થી IPL માં રમી રહ્યો છે અને અત્યાર સુધીમાં 32 મેચ રમી ચૂક્યો છે. તેણે 47 વિકેટ લીધી છે. પથિરાનાનો ઇકોનોમી રેટ 8.6 છે. પથિરાના તેની ડેથ ઓવર બોલિંગ માટે જાણીતો છે, અને તે જોરદાર યોર્કર ફેંકી શકે છે. ચેન્નાઈ માટે ફક્ત ડેથ ઓવરમાં બોલિંગ કરવા છતાં તેનો ઇકોનોમી રેટ સારો છે. આ જ કારણ છે કે KKR એ તેમનામાં રોકાણ કર્યું છે.

Breaking News: એક, બે નહીં સાત… યુવરાજ સિંહના આ 7 શિષ્યો IPL 2026 માં ધમાલ મચાવવા તૈયાર

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">