AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકા જવાનું હવે સપનું જ રહી જશે ? વિઝા માટે જમા કરાવવા પડશે લાખોના બોન્ડ

ટ્રમ્પ પ્રશાસનનો આકરો નિર્ણય! હવે અમુક દેશોના નાગરિકોએ અમેરિકાના વિઝા મેળવવા માટે અંદાજે 15,000 યુએસ ડોલરની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડશે. આ લિસ્ટમાં નવા 12 દેશો ઉમેરાતા હવે કુલ 50 દેશો પર આ નિયમ લાગુ થશે.

અમેરિકા જવાનું હવે સપનું જ રહી જશે ? વિઝા માટે જમા કરાવવા પડશે લાખોના બોન્ડ
Image Credit source: Tv9Gujarati
| Updated on: Mar 19, 2026 | 8:04 PM
Share

જો તમે અમેરિકા જવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ચોંકાવનારા હોઈ શકે છે. અમેરિકી વિદેશ વિભાગે વિઝા નિયમોમાં મોટો ફેરફાર કરતા વધુ 12 દેશોને એવી યાદીમાં સામેલ કર્યા છે, જેમના નાગરિકોએ વિઝા અરજી વખતે 15,000 યુએસ ડોલર (આશરે 12.50 લાખ રૂપિયા) સુધીનો બોન્ડ એટલે કે ગેરંટી રકમ જમા કરાવવી પડશે.

કયા નવા 12 દેશો લિસ્ટમાં જોડાયા?

આ નવા નિયમ હેઠળ હવે કમ્બોડિયા, ઇથોપિયા, જ્યોર્જિયા, ગ્રેનાડા, લેસોથો, મોરિશિયસ, મંગોલિયા, મોઝામ્બિક, નિકારાગુઆ, પાપુઆ ન્યૂ ગિની, સેશેલ્સ અને ટ્યુનિશિયાના પાસપોર્ટ ધારકોએ આ રકમ ચૂકવવી પડશે. 2 એપ્રિલથી આ નિયમ આ દેશો પર અમલી બનશે.

બોન્ડની રકમ ક્યારે પાછી મળશે?

અમેરિકી વિદેશ વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ બોન્ડની રકમ નીચેના કિસ્સામાં પરત કરવામાં આવશે:

  • જો તમારી વિઝા અરજી અસ્વીકાર (Reject) કરવામાં આવે.
  • જો તમને વિઝા મળી જાય અને તમે વિઝાની તમામ શરતોનું પાલન કરીને નિર્ધારિત સમયે અમેરિકા છોડી દો.

કેમ લેવાયો આ નિર્ણય?

આ આકરો નિર્ણય મુખ્યત્વે ગેરકાયદેસર સ્થળાંતર (Illegal Migration) રોકવા માટે લેવામાં આવ્યો છે. ટ્રમ્પ પ્રશાસને ગયા વર્ષે આ શરત લાગુ કરી હતી જેથી લોકો વિઝાની મુદત પૂરી થયા પછી પણ અમેરિકામાં રોકાઈ ન જાય. 2 એપ્રિલ બાદ હવે આવા દેશોની કુલ સંખ્યા 50 થઈ જશે.

અત્યારે આ નિયમ જે-તે દેશોના ઓવરસ્ટે રેટ (નક્કી કરેલા સમય કરતા વધુ રોકાતા લોકો) ના આધારે નક્કી કરવામાં આવ્યો છે. હાલમાં આ લિસ્ટમાં ભારતનું નામ સામેલ નથી, જે ભારતીય મુસાફરો માટે રાહતના સમાચાર છે.

શું તમારા ઘરે પણ કામવાળા વારંવાર રજા પાડે છે ? ઘરના કચરા-પોતાનું ટેન્શન હવે ખતમ…

Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">