AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદમાં કુદરતનો કરિશ્મા : ભર ઉનાળે અષાઢી માહોલ, ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી

Breaking News: અમદાવાદમાં કુદરતનો કરિશ્મા : ભર ઉનાળે અષાઢી માહોલ, ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી

| Updated on: Mar 19, 2026 | 9:41 PM
Share

અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં ધૂળની ગાઢ ડમરીઓ ઉડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ગરમીમાંથી રાહત તો મળી છે, પરંતુ કમોસમી વરસાદની તીવ્ર શક્યતાએ ખેડૂતો અને શહેરીજનોની ચિંતા વધારી છે.

અમદાવાદ શહેરમાં આજે 19 માર્ચના રોજ અચાનક વાતાવરણમાં પલટો આવતા ‘ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ’ જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રથી શરૂ થયેલો આ વાતાવરણીય ફેરફાર હવે મધ્ય ગુજરાત અને અમદાવાદ સુધી પહોંચ્યો છે. ભારે પવન ફૂંકાવાને કારણે આખું શહેર ધૂળની ડમરીઓથી ઘેરાઈ ગયું છે, જેના કારણે દ્રશ્યતા (Visibility) નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે.

ટ્રાફિક જામ અને વિઝિબિલિટીની સમસ્યા

સાંજના સમયે જ્યારે લોકો ઓફિસ અને કોલેજથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક ઉડેલી ધૂળને કારણે રસ્તાઓ પર અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વિઝિબિલિટી ઓછી હોવાને કારણે વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખી ધીમે વાહન ચલાવવાની ફરજ પડી હતી, જેના લીધે એસ.જી. હાઈવે અને આસપાસના વિસ્તારોમાં લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

તાપમાનમાં ઘટાડો અને વરસાદની આગાહી

આ પલટાને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેણે આકરી ગરમીમાંથી રાહત આપી છે. હવામાન વિભાગની 18 થી 20 માર્ચની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટોછવાયો કમોસમી વરસાદ પડી શકે છે. માર્ચ મહિનામાં જોવા મળતું આ અસામાન્ય વાતાવરણ કુદરતના બદલાતા મિજાજની પ્રતીતિ કરાવી રહ્યું છે.

(Input Credit: Mihir Soni)

અમેરિકા જવાનું હવે સપનું જ રહી જશે ? વિઝા માટે જમા કરાવવા પડશે લાખોના બોન્ડ

Published on: Mar 19, 2026 09:04 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">