ખેડા: નડિયાદમાં 2 દિવસમાં 5 યુવકના શંકાસ્પદ મોત, આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી
તમામ મૃતકો યુવાન હોવાથી મૃત્યું પાછળનું કારણ જાણવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. બન્ને ગામોમાં ભેદી રોગચાળો ફેલાયો છે ? કે પછી યુવાનોએ કોઈ પીણું પીધું હતું, તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. તો આ મુદ્દે ખેડા પોલીસે પણ અલગ અલગ હોસ્પિટલોમાં તપાસ શરૂ કરી છે.
ખેડાના નડિયાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિલોદરા અને બગડુ ગામે બે દિવસમાં પાંચ યુવકોના શંકાસ્પદ મોત થતાં ખળભળાટ મચ્યો છે. યુવકોના શંકાસ્પદ મોત થતાં જિલ્લા આરોગ્ય વિભાગ સક્રિય થયું છે અને મોત પાછળનું કારણ જાણવા આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો ખેડા : ગળતેશ્વરમાં બે ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 25 મુસાફરો ઇજાગ્રસ્ત, જુઓ વીડિયો
તમામ મૃતકો યુવાન હોવાથી મૃત્યું પાછળનું કારણ જાણવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. બન્ને ગામોમાં ભેદી રોગચાળો ફેલાયો છે? કે પછી યુવાનોએ કોઈ પીણું પીધું હતું, તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. તો આ મુદ્દે ખેડા પોલીસે પણ અલગ અલગ હોસ્પિટલોમાં તપાસ શરૂ કરી છે. જેમાં યુવકોના મૃત્યુ પહેલા કોઈ હોસ્પિટલમાં લઈ જવાયા હતા કે કેમ તેની તપાસ હાથ ધરી છે. જો કે યુવકોના શંકાસ્પદ મોત પાછળનું સાચું કારણ તો તપાસ બાદ જ બહાર આવશે.