AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: નામાંકિત બિલ્ડર ગ્રુપ અને બ્રોકર્સના 22 સ્થળો પર ITના દરોડા, મોટી કરચોરી કર્યાની શંકાને લઈને તપાસ

Ahmedabad: નામાંકિત બિલ્ડર ગ્રુપ અને બ્રોકર્સના 22 સ્થળો પર ITના દરોડા, મોટી કરચોરી કર્યાની શંકાને લઈને તપાસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 4:31 PM
Share

Ahmedabad: શહેરના નામાંકિત બિલ્ડર ગ્રુપ અને અન્ય બ્રોકર્સના 22 સ્થળો પર ITના દરોડા પડ્યા છે. માહિતી અનુસાર અધિકારોને શંકા છે કે આ ગ્રુપ દ્વારા મોટી કરચોરી કરવામાં આવી છે.

અમદાવાદમાં ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના બે નામાંકિત બિલ્ડર ગ્રુપને ત્યાં IT વિભાગ દ્વારા દરોડા (IT raids) પાડવામાં આવ્યાં છે. બી-સફલને (B Safal) ત્યાં આઇટી વિભાગ દ્વારા તવાઇ બોલાવવામાં આવી છે. આ સિવાય નામાંકિત બ્રોકરને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, શહેરમાં કુલ 22 જગ્યાએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં બે મોટા માથાઓ આઇટી વિભાગના ઝપેટે ચડ્યાં છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા એક મહિનામાં અમદાવાદ શહેરમાં બિલ્ડર્સ અને બ્રોકર્સના ત્યાં બીજીવાર આઈટી વિભાગ દ્વારા દરોડા પડ્યા છે. અમદાવાદના મોટા અને નામચીન બિલ્ડર્સ ઇન્કમટેક્સ વિભાગના નજરે છે. આજે વહેલી સવારથી જ અલગ અલગ જગ્યા પર કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં બી-સફલ પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ શહેરના શહેરમાં કુલ 22 જગ્યાએ દરોડા  પડ્યા છે. માહિતી અનુસાર આ ગ્રુપ દ્વારા મોટા પ્રમાણમાં કર ચોરી કર્યાનું સામે આવ્યું છે. જેને લઈને દરોડોની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં 25 અલગ અલગ ટીમ રોકાયેલી છે. આ દરોડાના અંતે મોટી કરચોરી સામે આવી તેવી શક્યતાઓ ઇન્કમટેકસના અધિકારી સેવી રહ્યા છે.

 

આ પણ વાંચો: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે હોસ્પિટલ મેનેજમેન્ટ જવાબદાર, જસ્ટિસ ડી.એ.મહેતા કમિશનનો રિપોર્ટ

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 10 વર્ષની સરખામણીએ સપ્ટેમ્બર માસમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ, જાણો વિગતે

g clip-path="url(#clip0_868_265)">