ગુજરાતમાં(Gujarat) સતત જામેલા ચોમાસા વચ્ચે અમદાવાદ(Ahmedabad) શહેરમાં પણ મોડી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ(Rain) શરૂ થયો છે. જેમાં શહેરમાં છેલ્લા એક કલાકમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં શહેરના અન્ય વિસ્તારોમાં વરસાદની વાત કરીએ તો સૌથી વધુ ઉસ્માનપુરામાં બે ઇંચ વરસાદ, કોતરપુરમાં બે ઇંચ વરસાદ, મણિનગરમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત હાલ અમદાવાદમાં કેશવબાગથી લઇને અંધજન મંડળનો રસ્તો વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં(Gujarat) જામી રહેલા વરસાદી(Rains) માહોલ વચ્ચે અમદાવાદ(Ahmedabad) શહેરમાં ભારે બફારા બાદ મોડી સાંજે વરસાદની શરૂઆત થઈ છે. જેમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના ગોતા, ચાંદખેડા, ત્રાગડ, વેજલપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
જેમાં હવામાન વિભાગે 3 કલાકને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં વીજળી અને હળવા વાવાઝોડું અને સપાટી પરના પવન 30-40 કિમી પ્રતિ કલાક સાથે ભારે વરસાદની શક્યતા છે. જેમાં આગામી 3 કલાક દરમિયાન આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેમજ નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ રહેશે. જ્યારે હળવા વાવાઝોડા સાથે વીજળી અને સપાટી પરના પવન 30-40 કિમી પ્રતિ કલાક સાથે મધ્યમ વરસાદની સંભાવના છે. તેમજ આગામી 3 કલાક દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, દાહોદ, જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.