Breaking News : સુરતમાં મેઘો ફરી મેહરબાન, વિયરકમ કોઝવે પર વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
સુરત શહેરમાં લાંબા સમય બાદ ફરી વરસાદનું આગમન થયું છે. ગત મોડી રાત્રીના શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.સુરત શહેર અને જિલ્લામાં પણ ક્યાંક ઝરમર તો ક્યાંક મધ્યમ વરસાદ પડી રહ્યો છે. હાલ સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે.
સુરત દક્ષિણ ગુજરાતમાં મેઘો ફરી મેહરબાન બન્યો છે. ઉકાઈ ડેમમાં પાણીની આવકથી ડેમની સપાટી વધી છે.દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘમહેરથી ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે. સુરતમાં વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે. ઉકાઈ ડેમની સપાટી 336.40 મીટરે પહોંચી છે. પાણી ઓવરફ્લો થતાં કોઝવે પર વાહનવ્યવહાર બંધ થયો છે. કોઝ-વેની ભયજનક સપાટી 6 મીટરથી વધીને 6.45 મીટરે પહોંચી છે.
તાપી નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે. પાણીની આવકના પગલે વિયરકમ કોઝવે ઓવર ફ્લો, કોઝવે વાહન વહેવાર માટે બંધ કરાયો છે. કોઝવેની સપાટી પણ 6.45 પહોચી ગઈ કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે.
રાજ્યના 18 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
તમને જણાવી દઈએ કે,આગામી 3 કલાક ભારે વરસાદના એંધાણ છે.રાજ્યના 18 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ,મોરબી, ભાવનગર, વડોદરા, આણંદ, ખેડામાં રેડ એલર્ટ,અરવલ્લી, મહેસાણા, રાજકોટ, બોટાદ, અમરેલીમાં રેડ એલર્ટ તેમજ જૂનાગઢ, ગીરસોમનાથ, જામનગર, ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Breaking News: ચોમાસાના અંતિમ રાઉન્ડમાં મેઘરાજાની સાર્વત્રિક બેટિંગ, 240 તાલુકામાં વરસાદ અહી ક્લિક કરો
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?

