AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

થાક, ચક્કર અને નબળાઈ રહેશે દૂર! ઘરના જ સામાનથી બનાવો આ ‘હેલ્ધી’ અને ‘ટેસ્ટી ચટણી’

શરીરમાં લોહી અને આયર્નની ઊણપ દૂર કરવા માટે હેલ્ધી ડાયેટ અપનાવવો ખૂબ જ જરૂરી છે. એવામાં આ ખાસ ચટણી નેચરલ રીતે હિમોગ્લોબિન વધારવામાં અને શરીરમાં એનર્જી જાળવી રાખવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

થાક, ચક્કર અને નબળાઈ રહેશે દૂર! ઘરના જ સામાનથી બનાવો આ 'હેલ્ધી' અને 'ટેસ્ટી ચટણી'
| Updated on: Nov 07, 2026 | 7:33 PM
Share

શરીરમાં લોહીની અછત હોવી એ એક સામાન્ય સમસ્યા છે. ખાસ કરીને મહિલાઓ હિમોગ્લોબિનની ઊણપથી વધુ પરેશાન રહે છે. આના કારણે પછી તેમને થાક, અશક્તિ, ચક્કર આવવા અને સુસ્તી અનુભવવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ બધા વચ્ચે એક સારી વાત એ છે કે, તમે તમારા ખાનપાનમાં સુધારો કરીને, ખાસ કરીને આહારમાં આયર્નથી ભરપૂર ચીજોને જોડીને નેચરલ રીતે પણ હિમોગ્લોબિન વધારી શકો છો. બસ આ માહિતીમાં હેલ્થ એક્સપર્ટે શરીરમાં લોહી વધારવા માટે એક ખાસ ચટણીની રેસિપી બતાવી છે.

આ ચટણી બનાવવા માટે શું કરવું?

  • એક કપ તાજો મીઠો લીમડો
  • બે મોટી ચમચી શેકેલા સફેદ તલ
  • ગોળનો એક નાનો ટુકડો
  • એક નાની ચમચી લીંબુનો રસ
  • સ્વાદાનુસાર સેંધા નમક

કેવી રીતે બનાવવી ચટણી?

  1. ચટણી બનાવવા માટે સૌથી પહેલા એક પૅનમાં મીઠા લીમડાને હળવી રીતે શેકી લો. તેને ત્યાં સુધી પકાવો, જ્યાં સુધી તે થોડા ક્રિસ્પી ન થઈ જાય.
  2. હવે, શેકેલા મીઠા લીમડાને મિક્સરમાં નાખો. તેમાં શેકેલા તલ, ગોળ, લીંબુનો રસ અને સેંધા નમક મિક્સ કરો. બધી ચીજોને સારી રીતે પીસી લો.
  3. તમે તમારી જરૂરિયાત મુજબ થોડું પાણી નાખીને ચટણીની ઘટ્ટ કે પાતળી કન્સીસ્ટન્સી તૈયાર કરી શકો છો.
  4. આટલું કરતાં જ તમારી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચટણી બનીને તૈયાર થઈ જશે.

સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે આ ચટણી?

મીઠા લીમડામાં આયર્ન સહિત અનેક પોષક તત્વો મળી આવે છે. ‘તલ’ પણ આયર્ન અને કેલ્શિયમનો સારો સ્રોત છે. ગોળમાં પણ થોડી માત્રામાં આયર્ન હોય છે. લીંબુમાં રહેલું વિટામિન C આયર્નને શરીરમાં વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે. આ રીતે ચટણીનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક થઈ શકે છે. ન્યુટ્રિશનિસ્ટ રોજ ઓછામાં ઓછી 3 ચમચી આ ચટણી ખાવાની સલાહ આપે છે.

ડિસ્ક્લેમર: (આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

શું તમારી ‘પુરણ પોળી’ પરફેક્ટ નથી બનતી? અપનાવો મહારાષ્ટ્રની આ ‘પરંપરાગત રીત’, બધા આંગળા ચાટતા રહી જશે

Follow Us
ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ
ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત
07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ
ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ
રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ
રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ
જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ
જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
g clip-path="url(#clip0_868_265)">