Maharashtra Viral News : ₹1 માં ટી-શર્ટ આપવાની જાહેરાતથી મચી બૂમરાણ! હજારો યુવકોની બેકાબૂ ભીડને હટાવવા બોલાવવી પડી પોલીસ
સામાન્ય રીતે કોઈ પણ ઓફરની વાત આવે ત્યારે મહિલાઓની ભીડ જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે માત્ર 1 રૂપિયામાં ટી-શર્ટ મળવાની ઓફરને કારણે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યુવકોની એટલી મોટી ભીડ ઉમટી પડી કે તેને કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવવાની ફરજ પડી.

દિવાળીની ખરીદી માટે ગ્રાહકોને આકર્ષિત કરવા છત્રપતિ સંભાજીનગરની એક કપડાંની દુકાનમાં માત્ર 1 રૂપિયામાં ટી-શર્ટ આપવાની ખાસ ઓફર રાખવામાં આવી હતી. (Image Source | X)

આ ઓફરના સમાચાર મળતાં જ સેંકડો યુવકોએ દુકાન તરફ દોટ મૂકી હતી. ધીમે-ધીમે સવાર થવાની સાથે જ દુકાનમાં અને તેની બહાર ભીડ વધતી જતી હતી. (Image Source | X)

છત્રપતિ સંભાજીનગરના બજાજનગર વિસ્તારમાં આવેલી બ્રાન્ડ ટ્વેન્ટી નામની દુકાનમાં પ્રથમ 500 ગ્રાહકોને માત્ર 1 રૂપિયામાં ટી-શર્ટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. (Image Source | X)

આ ઓફરની જાણ થતાં જ હજારો ગ્રાહકો દુકાનની બહાર એકઠા થઈ ગયા હતા. ભીડ એટલી વધી ગઈ કે દુકાનદાર માટે તેને નિયંત્રિત કરવી મુશ્કેલ બની ગઈ હતી. (Image Source | X)

દુકાનની બહાર વધતી જતી ભીડને કાબૂમાં લેવા માટે સૌપ્રથમ બાઉન્સરોને બોલાવવામાં આવ્યા હતા. જોકે, બાઉન્સરોની હાજરી છતાં ભીડ ઓછી થવાનું નામ લેતી નહોતી. આખરે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસને બોલાવવી પડી હતી. (Image Source | X)

ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને દરમિયાનગીરી કરી હતી અને ભારે જહેમત બાદ ભીડને વિખેરી નાખી હતી. જાહેર રસ્તા પર આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોવા છતાં દુકાનદારે ટ્રાફિક વિભાગ કે પોલીસની કોઈ પૂર્વ મંજૂરી લીધી નહોતી. (Image Source | X)

કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વિના અને ભીડનું યોગ્ય આયોજન કર્યા વિના આવી ઓફર જાહેર કરીને જાહેર વાહનવ્યવહારને અવરોધ ઊભો કરવા બદલ દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. (Image Source | X)
આ પણ વાંચો, Breaking News : ડેમોક્રેટ્સ બહુમતી મેળવ્યા છતાં કેમ નહીં હટાવી શકે ટ્રમ્પને? સમજો અમેરિકી બંધારણનો આ નિયમ
