અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ: 30 લાખ દીવાઓ અને આકર્ષક લેઝર શોથી ઝળહળી ઉઠી રામનગરી, સરયૂના 56 ઘાટ પર અદ્ભુત નજારો
અયોધ્યામાં દસમા દીપોત્સવ નિમિત્તે સરયૂ નદીના 56 ઘાટ પર 30 લાખ દીવાઓ પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરાઈ છે. રંગબેરંગી લેઝર શો, ડિજિટલ સ્તંભો અને 21 ભવ્ય ઝાંખીઓ સાથે સમગ્ર રામનગરી આસ્થાની રોશનીથી ઝળહળી ઊઠી છે.

દસમા દીપોત્સવને ભવ્ય બનાવવા માટે સમગ્ર અયોધ્યાને પરંપરાગત દીવાઓની સાથે આધુનિક રોશનીથી પણ શણગારવામાં આવી છે. રામ કી પૈડી પર 30 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા છે. જ્યારે ધર્મપથ પર 50 ડિજિટલ સ્તંભો દ્વારા રામાયણના વિવિધ પ્રસંગો દર્શાવવામાં આવી રહ્યા છે.

અયોધ્યામાં લેઝર શો પણ યોજાયો. નેશનલ હાઈવેથી લઈને પ્રવેશદ્વાર સુધી બંને તરફ 12-12 ફૂટ ઊંચા સ્તંભો પર ડિજિટલ લાઈટ શોનું આયોજન કરવામાં આવ્યું.

અયોધ્યા દીપોત્સવના અવસરે સરયૂ તટ નજીક રામ કી પૈડી પર દીવાઓ પ્રગટાવવામાં આવ્યા. આ દરમિયાન સમગ્ર અયોધ્યા દીવાઓની રોશનીથી ઝળહળી ઊઠી. અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પહોંચેલા લોકોએ 30 લાખ દીવા પ્રગટાવ્યા.

તેમજ, દીપોત્સવના અવસરે અયોધ્યામાં ભવ્ય લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. લેઝર શો દરમિયાન રંગબેરંગી રોશની જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા. લેઝર શોએ સમગ્ર વાતાવરણને એક અલગ જ રંગમાં રંગી દીધું.

અયોધ્યામાં ભગવાન શ્રીરામના વનવાસથી પરત ફરવાની સ્મૃતિમાં યોજાતા દીપોત્સવને લઈને રામનગરીમાં ઉત્સવનો માહોલ છે. શનિવારે ઉત્તર પ્રદેશના પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગ દ્વારા અયોધ્યામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી.

દીપોત્સવને લઈને પ્રવાસીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યાની હોટલો સંપૂર્ણપણે બુક થઈ ચૂકી છે. મુંબઈ, ગુજરાત અને બિહાર સહિત દેશના વિવિધ ભાગોમાંથી લોકો આ ભવ્ય આયોજન જોવા માટે રામનગરી પહોંચ્યા છે.

દીપોત્સવની આ દસમી આવૃત્તિ આયોજનની નવી શરૂઆતના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. આ વખતે દીપોત્સવમાં સરયૂ નદીના કિનારે આવેલા 56 ઘાટ પર 30 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા છે. આના દ્વારા એક નવો વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારી છે.

શોભાયાત્રાની શરૂઆત સાકેત મહાવિદ્યાલયથી થઈ હતી, જે રામ કથા પાર્કમાં પહોંચીને સંપન્ન થઈ. આ ભવ્ય યાત્રામાં કુલ 21 ઝાંખીઓ સામેલ કરવામાં આવી હતી. આ ઝાંખીઓમાં રામચરિતમાનસના વિવિધ પ્રસંગો દ્વારા ભગવાન શ્રીરામના જીવન અને આદર્શોને દર્શાવવામાં આવ્યા હતા.
અમદાવાદમાં વિદેશી દારૂની હેરાફેરી પર LCBની તવાઈ, મણિનગરમાં ફિલ્મી ઢબે બે આરોપી પકડાયા
