AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વજન ઘટાડવા માટે ડાયેટમાં પ્રોટીન કેમ છે ‘સૌથી જરૂરી’? જાણો આ પાછળનું ‘સાચું કારણ’

વજન ઓછું કરવાના પ્રયાસોમાં અવારનવાર લોકો પૂરતા પોષણ પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, વજન ઘટાડવાની પ્રક્રિયામાં પ્રોટીન માત્ર મસલ્સને જાળવી રાખવામાં જ મદદ નથી કરતું પરંતુ ભૂખને નિયંત્રિત કરવા અને હોર્મોનલ સંતુલન જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

વજન ઘટાડવા માટે ડાયેટમાં પ્રોટીન કેમ છે 'સૌથી જરૂરી'? જાણો આ પાછળનું 'સાચું કારણ'
| Updated on: Nov 06, 2026 | 9:25 PM
Share

આજકાલ વજન ઘટાડવા માટે લોકો વર્કઆઉટની સાથે-સાથે પોતાની ડાયટનું પણ ખૂબ જ ખાસ ધ્યાન રાખે છે. કેટલાક લોકો પોતાની ડાયટમાંથી પ્રોટીન પણ કાઢી નાખે છે. એવામાં ઘણા લોકોને એ ખબર નથી હોતી કે, વજન ઘટાડવામાં પ્રોટીન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

હેલ્થ એક્સપર્ટ શું કહે છે?

વજન ઘટાડવાની પ્રક્રિયામાં પ્રોટીનની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. કેટલાંક લોકો વજન ઓછું કરવા માટે પોતાની ડાયટમાં કેલરી ઘટાડી દે છે. જો કે, આ દરમિયાન પૂરતું પ્રોટીન લેવું પણ એટલું જ જરૂરી છે. પ્રોટીન માત્ર શરીરના સ્નાયુઓને જાળવી રાખવામાં જ મદદ કરતું નથી પરંતુ મેટાબોલિઝમ અને ભૂખને નિયંત્રિત કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

કોઈ વ્યક્તિ જ્યારે વજન ઘટાડવા માટે કેલરી ઘટાડે છે, ત્યારે શરીર ફેટની સાથે-સાથે સ્નાયુઓનો પણ ઊર્જા માટે ઉપયોગ કરી શકે છે. પૂરતું પ્રોટીન લેવાથી સ્નાયુઓના નુકસાનને ઓછું કરવામાં મદદ મળે છે. આનાથી વજન ઘટાડવા દરમિયાન શરીરના સ્નાયુઓ સુરક્ષિત રહે છે અને શરીરની કાર્યક્ષમતા જળવાઈ રહે છે.

પ્રોટીન કેમ જરૂરી છે?

પ્રોટીનનો એક મોટો ફાયદો એ પણ છે કે, તેને પચાવવામાં શરીરને કાર્બોહાઈડ્રેટ અને ફેટની તુલનામાં વધુ ઊર્જા ખર્ચ કરવી પડે છે. તેને થર્મિક ઇફેક્ટ ઓફ ફૂડ કહેવામાં આવે છે. જો કે, તેનાથી કેલરી બર્ન થવામાં થનારો વધારો મર્યાદિત હોય છે પરંતુ તે વજન સંચાલનમાં સહાયક થઈ શકે છે. આ ઉપરાંત, પ્રોટીન પેટને લાંબા સમય સુધી ભરેલું અનુભવવામાં મદદ કરે છે.

તેનાથી વારંવાર ભૂખ લાગવાની, અનહેલ્ધી સ્નેકિંગ અને ઓવરઈટિંગની સંભાવના ઓછી થઈ શકે છે. પ્રોટીનનું પૂરતું સેવન બ્લડ સુગરને સ્થિર રાખવામાં પણ મદદ કરી શકે છે, ખાસ કરીને જ્યારે તેને ફાઈબરથી ભરપૂર ખાદ્ય પદાર્થો અને સંતુલિત ભોજન સાથે લેવામાં આવે.

એન્ડોક્રાઈનોલોજીના નજરિયાથી વજન ઘટાડવા દરમિયાન હૉર્મોનલ સંતુલન અને મેટાબોલિઝમનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. સ્થૂળતા ઇન્સુલિન રેઝિસ્ટન્સ અને અન્ય મેટાબોલિક સમસ્યાઓ સાથે જોડાયેલી હોઈ શકે છે. એટલા માટે વજન ઓછું કરતી વખતે માત્ર કેલરી ઘટાડવાને બદલે સંતુલિત પોષણ પર ધ્યાન આપવું જરૂરી છે.

0.8 ગ્રામ પ્રોટીનની જરૂર હોય

સામાન્ય રીતે એક સ્વસ્થ પુખ્ત વયના વ્યક્તિને પ્રતિદિન શરીરના વજનના પ્રતિ કિલોગ્રામ લગભગ 0.8 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. જો કે, વજન ઘટાડવા અને નિયમિત કસરત કરતા લોકોની જરૂરિયાત આનાથી વધુ હોઈ શકે છે. દાળ, પનીર, દૂધ, દહીં, સોયા, ટોફુ અને સૂકા મેવા પ્રોટીનના સારા સ્ત્રોત છે. એટલા માટે વજન ઘટાડવા માટે માત્ર ઓછું ખાવું જરૂરી નથી પરંતુ યોગ્ય માત્રામાં પ્રોટીન લેવું, નિયમિત વ્યાયામ કરવો અને સંતુલિત આહાર અપનાવવો પણ એટલું જ મહત્વપૂર્ણ છે.

ડિસ્ક્લેમર: (આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

શિયાળામાં રોજ ‘બદામ’ ખાવાથી શું થાય ? જાણી લો, ક્યારેય ન સાંભળેલા આ ‘5 મોટા ફાયદા’

Follow Us
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">