AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરની જીવાદોરી સમાન બોરતળાવમાં જળસ્તર નીચુ જતા તાત્કાલિક મહિ પરિએજ યોજનાથી ભરવાની ઉઠી માગ- Video

ભાવનગરમાં આ વર્ષે 100 ટકા વરસાદ વરસ્યો નથી. જેના કારણે બોરતળાવ ઓવરફ્લો થયુ નથી. હવે રોજનુ તળાવમાંથી 50 થી 60 MLD પાણી ખેંચવામાં આવતા તળાવનું જળસ્તર ઘણુ નીચુ આવ્યુ છે અને આગામી દિવસોમાં તળાવનું તળિયુ દેખાવા લાગશે, ત્યારે તાત્કાલિક ધોરણે મહિ પરીએજ યોજના દ્વારા તળાવને છલોછલ ભરવાની માગ ઉઠી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2026 | 7:22 PM
Share

એકતરફ વરસાદ પૂરતો ન વરસ્યો અને જ્યાં વરસ્યો ત્યાં ચોમાસાના છેલ્લા મહિના દરમિયાન પડેલી અસહ્ય ગરમીને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં જળસંકટ તોળાઈ રહ્યુ છે. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ચોમાસા દરમિયાન અહીં વરસાદ તો સારો વરસ્યો હતો પરંતુ ઉપરવાસમાં ઓછા વરસાદને કારણે ભાવનગરની જીવાદોરી ગણાતુ બોર તળાવ ઓવરફ્લો થતા રહી ગયુ છે. દર વર્ષની સરખામણીએ બોરતળાવમા ઓછા નીર આવ્યા. બીજી તરફ ચોમાસાના છેલ્લા મહિના દરમિયાન વરસાદ બિલકુલ પડ્યો નહીં અને અસહ્ય ગરમી પડવાને કારણે બોરતળાવમંથી પાણીનો સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ સ્થિતિ એવી છે કે તળાવમાંથી રોજનું 50 થી 60 MLD પાણી ખેંચવામાં આવે છે. ત્યારે તળાવમાં પણ જળસ્તર ઘટ્યુ છે અને જો આમ જ ચાલતુ રહ્યુ તો તળાવનું પણ તળિયુ દેખાવા લાગશે.

આ તમામ સ્થિતિ વચ્ચે શહેરજીનોને હાલ શેત્રુંજી ડેમ અને બોરતળાવમાંથી પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યુ છે. હાલ બોરતળાવમાં પણ પાણીનું સ્તર ઘણુ નીચુ આવ્યુ છે. ત્યારે સુજ્ઞ લોકો દ્વારા મહિ પરિએજ યોજના દ્વારા તળાવને ભરવાની માગ કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાને ચોમાસાના અંત દરમિયાન જ મહિ પરીએજ યોજના દ્વારા તળાવ ભરવાની નિષ્ણાતો અને અનુભવી લોકો દ્વારા જાણ કરાઈ હતી. આમ છતા મનપાના શાસકો દ્વારા યોગ્ય નિર્ણય ન લેતા આજ દિન સુધી તળાવને છલોછલ ભરવામાં આવ્યુ નથી અને જો આવનારા દિવસોમાં પણ તાત્કાલિક તળાવને ભરવામાં નહીં આવે તો તળિયુ દેખાવામાં પણ કોઈ વિલંબ નહીં થાય.

એક તરફ કરોડો રૂપિયા ખર્ચીને મહિ પરીએજ યોજનાની લાઈન લાવવામાં આવી છે પરંતુ તેનો આજ સુધી યોગ્ય જરૂર મુજબનો ઉપયોગ પણ મનપાના સત્તાધિશોની નિયત ન હોવાના કારણે થઈ શક્યો નથી ત્યારે હવે કોઈપણ પ્રકારના પત્રવ્યવહારમાં પડ્યા વિના કેની કે કોઈ મંજૂરીની રાહ જોયા વિના તાત્કાલિક તળાવને ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

આ અંગે જ્યારે tv9 દ્વારા મનપાના સ્ટેન્ડિંગ ચેરમેનને પૂછવામાં આવ્યુ તો તેમણે જણાવ્યુ મંત્રી જીતુવાઘાણી સાથે વાત રરી છે અને આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે બોર તળાવ ભરવાની કામગીરી શરૂ કરી દેવાશે. જો કે વિપક્ષના લોકો જણાવી રહ્યા છે કે અગાઉ સમાન્ય સભામાં પણ આ બાબતે શાસકોને સવાલ કર્યા હતા પરંતુ આજે દિવાળી આવી ગઈ પરંતુ તળાવને ભરવાની કામગીરી શરૂ થઈ નથી. જે આગામી દિવસોમાં ભાવનગરમાં જળસંકટ સર્જી શકે છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

સનાતન સંસ્કૃતિમાં ધનતેરસના તહેવાર સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ અને તેની સાથે જોડાયેલી અમર કથાઓ વિશે જાણો

Follow Us
ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ
ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત
07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ
ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ
રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ
રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ
જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ
જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
g clip-path="url(#clip0_868_265)">