Rajkot Breaking News : રાજકોટમાં ભૂતિયા સ્કૂલનું મોટું કૌભાંડ પકડાયું, અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ, અન્ય શાળાના નામે અપાતા હતા લિવિંગ સર્ટિફિકેટ ! જુઓ Video
રાજકોટમાં ભૂતિયા સ્કૂલના મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી કરી છે. શહેરના 80 ફૂટ રોડ પર આવેલી અંબિકા વિદ્યાલયને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
રાજકોટમાં ભૂતિયા સ્કૂલના મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી કરી છે. શહેરના 80 ફૂટ રોડ પર આવેલી અંબિકા વિદ્યાલયને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે શાળા સંચાલકો દ્વારા પૂર્વ મંજૂરી વિના વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને અભ્યાસ કરાવવામાં આવતો હતો.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓને યુનિવર્સિટી રોડ પર આવેલી પ્રીમિયમ સ્કૂલના નામે લિવિંગ સર્ટિફિકેટ (LC) આપવામાં આવતાં હોવાનો પણ ખુલાસો થયો છે. એટલે કે, અંબિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય શાળાના નામે પ્રમાણપત્રો આપવામાં આવતા હોવાનો આક્ષેપ છે.
તપાસમાં ગેરરીતિ સામે આવતાં અંબિકા વિદ્યાલય સામે દંડની કાર્યવાહી
આ સમગ્ર મામલે ફરિયાદ મળ્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં ગેરરીતિ સામે આવતાં અંબિકા વિદ્યાલય સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ, રાજ્યમાં ચાલી રહેલી ભૂતિયા શાળાઓ સામે કોંગ્રેસે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : શું લગ્નસરાની સિઝનમાં સોનું ખરીદવાનો આ સાચો સમય છે? 24K, 22K અને 18K નો આજના ભાવનો રિપોર્ટ જુઓ!
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
