Breaking News : ગ્રેજ્યુએટ્સ માટે ઇન્ડિયન બેંકમાં નોકરીની મોટી તક! 1500 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી શરુ, જાણો છેલ્લી તારીખ
ઇન્ડિયન બેંકે એપ્રેન્ટિસની 1500 જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. ગ્રેજ્યુએટ ઉમેદવારો 25 નવેમ્બર 2026 સુધી બેંકની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

ઇન્ડિયન બેંક દ્વારા એપ્રેન્ટિસની 1500 જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો 5 નવેમ્બર 2026થી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 નવેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://ibpsreg.ibps.in/inbraoct26/ પર જઈને અરજી કરી શકશે. આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. ઉમેદવારોની પસંદગી ઓનલાઇન પરીક્ષાના આધારે કરવામાં આવશે.
વયમર્યાદા અને છૂટછાટ
અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 28 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 નવેમ્બર 2026ના આધારે કરવામાં આવશે. એટલે કે, ઉમેદવારનો જન્મ 2 નવેમ્બર 1998 પહેલાં અને 1 નવેમ્બર 2006 પછીનો હોવો જોઈએ નહીં. જ્યારે SC, ST, OBC અને PwBD કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
NATS 2.0 પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત
ઇન્ડિયન બેંકમાં અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ એપ્રેન્ટિસશિપ પોર્ટલ NATS 2.0 પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ માટે ઉમેદવારોએ https://nats.education.gov.in/ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ મળતી Enrolment ID સાચવીને રાખવી જરૂરી છે. ભવિષ્યમાં બેંક દ્વારા કરવામાં આવતા પત્રવ્યવહાર દરમિયાન આ IDની જરૂર પડી શકે છે. રજિસ્ટ્રેશન કરવામાં કોઈ મુશ્કેલી આવે તો ઉમેદવારો પોર્ટલ પર ઉપલબ્ધ Student Manualની મદદ લઈ શકે છે.
ઇન્ડિયન બેંક એપ્રેન્ટિસ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ https://ibpsreg.ibps.in/inbraoct26/ પર જાઓ
- ત્યારબાદ Click here for New Registration પર ક્લિક કરો
- ત્યા માગવામાં આવેલી જરૂરી વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરો.
- અરજી ફોર્મમાં તમામ જરૂરી માહિતી દાખલ કરો.
- નિર્ધારિત અરજી ફી જમા કરો.
- ફોર્મ સબમિટ કર્યા બાદ કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરીને સાચવી રાખો.
મહત્ત્વપૂર્ણ તારીખ
- અરજી શરૂ થવાની તારીખ: 5 નવેમ્બર 2026
- અરજી કરવાની છેલ્લી તારીખ: 25 નવેમ્બર 2026
- કુલ જગ્યાઓ: 1500
- લાયકાત: કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન
- ઓનલાઇન અરજી લિંક: https://ibpsreg.ibps.in/inbraoct26/
- સત્તાવાર વેબસાઇટ: https://indianbank.bank.in/
