AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગેસ સળગાવ્યા વગર બનશે આ મીઠાઈઓ, સ્વાદ પણ લાજવાબ, જોઈ લો રેસિપી

દિવાળી પર મીઠાઈ બનાવવા માટે કલાકો સુધી રસોડામાં ઊભા રહેવાની જરૂર નથી. કેટલીક મીઠાઈઓ એવી પણ છે, જેને બનાવવા માટે ગેસ સળગાવવાની જરૂર પડતી નથી. જાણો તેની સરળ રેસિપી.

ગેસ સળગાવ્યા વગર બનશે આ મીઠાઈઓ, સ્વાદ પણ લાજવાબ, જોઈ લો રેસિપી
Image Credit source: AI Generate
| Updated on: Nov 07, 2026 | 10:00 PM
Share

દિવાળી પર ઘરમાં મીઠાઈ બનાવવાની અને મહેમાનોને પીરસવાની અલગ જ મજા હોય છે. પરંતુ ઘણીવાર તહેવારની તૈયારીઓ વચ્ચે રસોડામાં વધુ સમય વિતાવવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં તમે ગેસ સળગાવ્યા વગર પણ કેટલીક સ્વાદિષ્ટ મીઠાઈઓ તૈયાર કરી શકો છો. આ રેસિપીમાં ન તો વધારે સામગ્રીની જરૂર પડે છે અને ન તો તેને બનાવવામાં વધારે સમય લાગે છે. ખાસ વાત એ છે કે તેનો સ્વાદ બાળકોથી લઈને વડીલો સુધી તમામને પસંદ આવશે. આવો જાણીએ આવી ત્રણ મીઠાઈઓની સરળ રેસિપી.

બિસ્કિટમાંથી બનાવો ચોકલેટ બોલ્સ

ચોકલેટ બોલ્સ બનાવવા માટે સૌથી પહેલાં કોઈપણ મનપસંદ ક્રીમ બિસ્કિટને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો. હવે તેમાં થોડું દૂધ ઉમેરીને સારી રીતે મિક્સ કરો, જેથી મિશ્રણ નરમ લોટ જેવું બની જાય. આ મિશ્રણમાંથી નાની-નાની ગોળ બોલ્સ તૈયાર કરો. હવે તેને ઓગાળેલી ચોકલેટમાં બોળો અને ઉપરથી ચોકલેટ ચિપ્સ કે ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સ ભભરાવીને સજાવો. તૈયાર બોલ્સને આશરે 20 થી 30 મિનિટ માટે ફ્રિજમાં મૂકી દો. ઠંડા થયા પછી આ ખાવા માટે તૈયાર છે.

નાળિયેરના લાડુથી મોં મીઠું કરાવો

નાળિયેરના લાડુ બનાવવા માટે એક વાસણમાં સૂકા નાળિયેરનું છીણ અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. જો મિશ્રણ વધુ પડતું ઘટ્ટ લાગે તો થોડું વધુ કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી શકાય છે. હવે તેમાં એલચી પાવડર ઉમેરીને ફરીથી મિક્સ કરો. તૈયાર મિશ્રણમાંથી નાના-નાના લાડુ વાળી લો. ત્યારબાદ તેને સૂકા નાળિયેરના છીણમાં રગદોળી લો. લાડુને થોડીવાર ફ્રિજમાં રાખવાથી તેનો આકાર સારી રીતે સેટ થઈ જશે. આ રીતે ગેસ સળગાવ્યા વગર સ્વાદિષ્ટ નાળિયેરના લાડુ તૈયાર થઈ જશે.

ડ્રાયફ્રૂટ્સમાંથી બનાવો હેલ્ધી રોલ

ડ્રાયફ્રૂટ્સ રોલ બનાવવા માટે બદામ, કાજુ, અખરોટ અને ખજૂરને નાના ટુકડામાં કાપી લો. હવે ખજૂરને મસળીને તેની નરમ પેસ્ટ બનાવી લો. તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ અને થોડો નાળિયેર પાવડર મિક્સ કરો. બધી વસ્તુઓને સારી રીતે ભેળવીને રોલ જેવો આકાર આપો. હવે તેને બટર પેપરમાં લપેટીને આશરે એક કલાક માટે ફ્રિજમાં મૂકી દો. ઠંડુ થયા પછી તેને નાના-નાના ટુકડાઓમાં કાપી લો. તૈયાર ડ્રાયફ્રૂટ્સ રોલ મહેમાનોને પીરસી શકો છો. આમાં ખજૂરથી જ કુદરતી મીઠાશ આવે છે, તેથી અલગથી ખાંડ ઉમેરવાની જરૂર પડતી નથી.

કાજુ કતલી નકલી તો નથી ને? દિવાળી પર ભેળસેળવાળી મીઠાઈ ઓળખવા અપનાવો આ સરળ ટિપ્સ

Follow Us
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા
સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા
અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ
ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત
07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
g clip-path="url(#clip0_868_265)">