શુભ ધનતેરસના પાવન પર્વે અમદાવાદના જ્વેલર્સમાં જામી ધૂમ ખરીદી, મોટી સંખ્યામાં ગ્રાહકો શુકનની ખરીદી માટે ઉમટ્યા -Video
ધનતેરસના પાવન પર્વ પર અમદાવાદના જ્વેલર્સમાં સોના-ચાંદીની ખરીદી માટે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સોના-ચાંદીના ભાવ ઘટતા લોકોમાં ખુશી છવાઈ છે. ધનતેરસ પર શુભ ગણાતી આ ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, જેને કારણે બજારમાં ઉત્સાહનો માહોલ છે. જ્વેલર્સ પણ ગ્રાહકોને આકર્ષવા વિવિધ ઓફરો આપી રહ્યા છે.
દેશભરમાં ધનતરેસની ઉજવણી ચાલી રહી છે. ધનતેરસના શુભ દિવસે સોના ચાંદીની ખરીદીની શુભ ગણાય છે. ત્યારે લોકો આજના દિવસે સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. આજના દિવસે જ્વેલર્સમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદના મોટાભાગના શો રૂમમાં મોટી સંખ્યામાં ગ્રાહકો સોનાચાંદીની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.
ધનતેરસ પર સોના ચાંદીની ખરીદી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેના માટે થઈને લોકો અચૂક આજે ખરીદી માટે જ્વેલર્સમાં જાય છે.
બીજી તરફ આજે સોના ચાંદીના ભાવ ઘટતાની સાથે જ અમદાવાદના જ્વેલરી શો રૂમમાં ભારે ભીડ જોવા મળી રહી છે કારણ કે પુષ્ય નક્ષત્રમાં ભાવ ઘટ્યા હતા અને આજે ફરી એક વખત ધનતેરસ આવતા ભાવમાં ઘટાડો થતા જ લોકો ખરીદી કરવા માટે ઉમટ્યા છે.
ભાવમાં ઘટાડો થતા ગ્રાહકોમાં પણ ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ પણ હોંશે હોંશે ખરીદી કરી રહ્યા છે. ધનતેરસના દિવસે ચાંદીની ખરીદીથી શરૂઆત કરવામાં આવે એટલે આખુ વર્ષ શુભ ગણાતુ હોય છે. એટલે લોકો સોના ચાંદીની અચૂક ખરીદી કરે છે.
જ્વેલર્સના વેપારી રવિ શાહે TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે પુષ્ય નક્ષત્ર માં ભાવ ઘટ્યો ત્યારે સારી ખરીદી જોવા મળી હતી. જે બાદ આજે ભાવ ઘટ્યો છે. તો એ પ્રમાણે અમે એડવાન્સમાં ધનતેરસ માટેનું ઘણુ બધુ બુકિંગ કરી દીધુ છે અને અત્યારે જ બિલ બનાવાની કસ્ટમર લઈ રહ્યા છે. ધનતેરસના દિવસે ખરીદી માટેનું કોઈ મુહૂર્ત જોવામાં આવતુ નથી. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટેનો ધનતેરસને શુભ દિવસ માનવામાં આવે છે અને એના માટે લોકો સોનુ ચાંદી ખરીદતા હોય છે.
હાલ અમદાવાદના જ્વેલર શો રૂમોમાં ધનતેરસને લઈને ભીડ જામી છે એટલે અહીંના વેપારીઓનું પણ કહેવું છે કે પુષ્ય નક્ષત્રમાં જેટલી સોના ચાંદીની ખરીદી થઈ તેનાથી વધુ ધનતેરસમાં થાય તેવી શક્યતા છે.
Input Credit- Mihir Soni- Ahmedabad