દારૂ પીવાના કેટલાં વર્ષ પછી લીવર સડવા લાગે છે? જાણો શરીરને બરબાદ કરતા આ 3 તબક્કા
દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક માનવામાં આવે છે. તે લીવરને નુકસાન પહોંચાડે છે. પરંતુ ઘણા લોકોના મનમાં એક સવાલ રહે છે કે દારૂ પીવાના કેટલાં વર્ષો પછી લીવર ખરાબ થવા લાગે છે? ચાલો જાણીએ નિષ્ણાતો આ અંગે શું કહે છે.

દારૂનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે અને તેની સૌથી ગંભીર અસર સીધી લીવર પર પડે છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે નિયમિત રીતે દારૂ પીવાથી લીવરને નુકસાન થાય છે. જોકે, એક સામાન્ય સવાલ વારંવાર પૂછવામાં આવે છે કે દારૂ પીવાના કેટલાં વર્ષો પછી લીવર ખરાબ થાય છે? (Image Source | AI iStock)

દારૂના સેવનને કારણે થતી લીવરની બીમારી સામાન્ય રીતે ત્રણ તબક્કામાં વિકસી શકે છે. પ્રથમ તબક્કો આલ્કોહોલિક ફેટી લીવર છે. આ પ્રથમ તબક્કામાં લીવરના કોષોમાં ચરબી જમા થવા લાગે છે. આ શરૂઆતની સ્થિતિ છે અને દારૂ પીવાનું બંધ કરવાથી ઘણી વખત તેમાં સુધારો થઈ શકે છે. (Image Source | AI iStock)

બીજો તબક્કો આલ્કોહોલિક હેપેટાઇટિસ છે. આ બીજા તબક્કામાં લીવરમાં સોજો આવે છે અને લીવરના કોષોને નુકસાન પહોંચે છે. આ સ્થિતિ ગંભીર બની શકે છે અને સમયસર સારવાર લેવી જરૂરી છે. (Image Source | AI iStock)

ત્રીજો તબક્કો લીવર સિરોસિસ છે. આ સૌથી ગંભીર તબક્કો છે. તેમાં લીવરના સ્વસ્થ પેશીઓની જગ્યાએ કાયમી ડાઘ જેવા તંતુઓ એટલે કે ફાઇબ્રોસિસ બનવા લાગે છે. તેના કારણે લીવરની કાર્યક્ષમતા પર અસર પડે છે અને તેની કામગીરી ધીમે ધીમે ઘટવા લાગે છે. (Image Source | AI iStock)

દારૂનું સેવન લીવરને કેટલી ઝડપથી નુકસાન પહોંચાડી શકે છે. તેનો કોઈ ચોક્કસ સમયગાળો કે વર્ષ નક્કી નથી. તે વ્યક્તિ કેટલી માત્રામાં દારૂ પીવે છે, કેટલી વાર પીવે છે, તેની ઉંમર, આનુવંશિક પરિબળો, ખાનપાન અને અગાઉથી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પર આધાર રાખે છે. (Image Source | AI iStock)

કેટલાક લોકોમાં સતત થોડાં વર્ષો સુધી દારૂ પીવાથી લીવરમાં ચરબી જમા થવા લાગે છે. જ્યારે કેટલાક લોકોમાં લાંબા સમય સુધી દારૂનું સેવન કર્યા પછી પણ ગંભીર નુકસાનનાં લક્ષણો જોવા મળે છે. (Image Source | AI iStock)

એ સમજવું જરૂરી છે કે લીવરની બીમારી શરૂઆતના તબક્કામાં ઘણીવાર કોઈ સ્પષ્ટ લક્ષણો વિના વિકસતી રહે છે. તેથી વ્યક્તિને શરૂઆતમાં ખબર પણ પડતી નથી કે તેના લીવરને નુકસાન થઈ રહ્યું છે. (Image Source | AI iStock)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. વધુમાં નિષ્ણાતોની સલાહ લેવી યોગ્ય. (Image Source | AI iStock)
આ પણ વાંચો, સેકન્ડ હેન્ડ ફોન ખરીદતા પહેલાં આ 5 બાબતો કરો ચેક, નહીં તો થઈ શકે છે નુકસાન !
