AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાત હાઈકોર્ટને મળ્યો ધમકીભર્યો ઇમેઇલ,1.11 વાગ્યે હાઇકોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી

ગુજરાત હાઈકોર્ટને મળ્યો ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે. 1.11 વાગ્યે હાઇકોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી છે.સોલા પોલીસની ટીમ હાઇકોર્ટ પહોંચી છે. બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને જાણ કરાઇ છે.આ અગાઉ સપ્ટેમ્બરમાં પણ હાઈકોર્ટને મળી હતી બ્લાસ્ટની ધમકી

Breaking News : ગુજરાત હાઈકોર્ટને મળ્યો ધમકીભર્યો ઇમેઇલ,1.11 વાગ્યે હાઇકોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2026 | 12:07 PM
Share

ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)ને મળ્યો ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે. 1.11 વાગ્યે હાઇકોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી છે.સોલા પોલીસની ટીમ હાઇકોર્ટ પહોંચી છે. બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને જાણ કરાઇ છે.આ અગાઉ સપ્ટેમ્બરમાં પણ હાઈકોર્ટને મળી હતી બ્લાસ્ટની ધમકી3 નવેમ્બરના રોજ પણ આવી એક ધમકી મળી હતી.

બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલને ઉડાવી દેવાની ધમકી મળી હતી. અજાણ્યા શખ્સે ઈ-મેઈલથી જેલને ઉડાવી દેવાની ધમકી આપી છે.પાટણમાં કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી મળી હતી.ઈ-મેઈલમાં પાકિસ્તાન ઝીંદાબાદ અને ખાલિસ્તાન ઝીંદાબાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2008 ને ભૂલશો નહિં, મોટુ સરપ્રાઇઝ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા AMC દાણાપીઠ ઓફિસને બોમ્બથી ઊડાવવાની ધમકી મળી હતી. ઈમેલ દ્વારા અજાણ્યા વ્યક્તિએ ધમકી મોકલી હતી. માત્ર સરકારી કચેરીઓ જ નહી પરંતુ શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અવાર-નવાર મળતી રહે છે.

આ પહેલા પણ મળી ચૂકી છે ધમકીઓ

27 નવેમ્બરના રોજ અમદાવાદની 6 શાળાઓને ધમકીભર્યા ઇ-મેઈલ મળ્યા હતા. જેમાં DPS બોપલ, નારાયણ ગુરુ-સેટેલાઈટ, માઉન્ટ કાર્મેલ-આશ્રમ રોડને ધમકીભર્યા મેઈલ થલતેજની એશિયા સ્કૂલ, મેમનગરની દિવ્યપથ અને ચાંદખેડાની પોદ્દાર સ્કૂલને પણ ધમકી મળી હતી. જ્યારે આવી ધમકીઓ શાળાઓને મળે છે. ત્યારે વાલીઓ ચિંતામાં આવી જાય છે.બોમ્બની ધમકી મળ્યા બાદ વિદ્યાર્થીઓને જલ્દી છોડી દેવામાં આવે છે.શાળા બહાર અફરા તરફી નો માહોલ સર્જાય છે.વાલી-વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપથી ચિંતિત થઈ જાય છે.

Breaking News : સાબરમતી જેલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ઈ-મેલમાં લખ્યું 2008 ને ભૂલશો નહિં, મોટુ સરપ્રાઇઝ આપવામાં આવશે અહી ક્લિક કરો

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">