AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BanasKantha Breaking: પાલનપુરની માવજત હોસ્પિટલમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ, દર્દીઓનું સલામત સ્થળાંતર

BanasKantha Breaking: પાલનપુરની માવજત હોસ્પિટલમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ, દર્દીઓનું સલામત સ્થળાંતર

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2026 | 9:05 PM
Share

પાલનપુરની માવજત હોસ્પિટલના બેઝમેન્ટમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. હોસ્પિટલ તંત્રએ ત્વરિત કાર્યવાહી કરી ICU સહિતના દર્દીઓને સુરક્ષિત બહાર ખસેડ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત જાણીતી માવજત હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળતાં ભારે દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલના બેઝમેન્ટમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે આ આગ લાગી હતી. જોતજોતામાં ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગતાં દર્દીઓ, તેમના સગાં-સંબંધીઓ અને મેડિકલ સ્ટાફમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની ગંભીરતાને જોતાં હોસ્પિટલ મેનેજમેન્ટે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ICU અને ઈમરજન્સી વોર્ડમાં દાખલ ગંભીર દર્દીઓ સહિત તમામ દર્દીઓને સમયસૂચકતા વાપરીને હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ખુલ્લી જગ્યાએ સુરક્ષિત રીતે બહાર ખસેડી લેવાયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

આગ લાગ્યાની જાણ કરવા છતાં પાલિકાના 3 ફાયર ફાઈટર અડધો કલાક મોડા પહોંચ્યા હોવાના આક્ષેપો થયા હતા. જોકે, ફાયર ટીમે સ્થળ પર પહોંચીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. પરિસ્થિતિ સામાન્ય થતાં દર્દીઓને ફરી હોસ્પિટલ વોર્ડમાં ખસેડાયા હતા. ઘટનાસ્થળે પાલનપુર પૂર્વ પોલીસે પહોંચીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી.

With input:- Atul Trivedi

અમદાવાદમાં વિદેશી દારૂની હેરાફેરી પર LCBની તવાઈ, મણિનગરમાં ફિલ્મી ઢબે બે આરોપી પકડાયા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">