AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમિતાભ બચ્ચનની તબિયત બગડતા રોકવું પડ્યું શૂટિંગ, ચેનલ પર બતાવાઈ રહ્યા છે ‘જૂના એપિસોડ’

ટેલિવિઝન પર લાંબા સમયથી ચાલી રહેલા લોકપ્રિય ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC) ના દર્શકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શોના હોસ્ટ અમિતાભ બચ્ચનની તબિયત સારી ના હોવાને કારણે હાલ શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે અને ચેનલ પર જૂના એપિસોડ્સ પ્રસારિત થઈ રહ્યા છે.

Breaking News: અમિતાભ બચ્ચનની તબિયત બગડતા રોકવું પડ્યું શૂટિંગ, ચેનલ પર બતાવાઈ રહ્યા છે 'જૂના એપિસોડ'
| Updated on: Nov 07, 2026 | 6:57 PM
Share

ટીવીની દુનિયામાં કેટલાક Show એવા છે, જેની સાથે દર્શકોનો વર્ષો જૂનો લગાવ છે. ‘કૌન બનેગા કરોડપતિ’ (Kaun Banega Crorepati) પણ એવો જ એક શો છે, જેને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પોતાની ખાસ અંદાજવાળી હોસ્ટિંગથી લાંબા સમયથી દર્શકો વચ્ચે લોકપ્રિય બનાવી રહ્યા છે. શોમાં આવતા કન્ટેસ્ટન્ટ્સ, તેમને પૂછાતા સવાલો અને અમિતાભ બચ્ચન સાથેની તેમની વાતચીત દર્શકોને ખૂબ પસંદ આવે છે.

આ જ કારણ છે કે, શોના નવા એપિસોડ્સની રાહ જોવામાં આવે છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી શોના પ્રસારણ અને શૂટિંગ સાથે જોડાયેલી ગતિવિધિઓમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ચેનલ પર જૂના એપિસોડ્સ બતાવવામાં આવી રહ્યા છે અને હવે તેની પાછળનું કારણ સામે આવ્યું છે.

આ કારણથી નથી આવી રહ્યો Show

અમિતાભ બચ્ચન એકવાર ફરીથી પોતાના Show કૌન બનેગા કરોડપતિને લઈને ચર્ચામાં આવી ગયા છે. આનું કારણ અમિતાભ બચ્ચન સાથે જોડાયેલું એક અપડેટ છે. IANS ના રિપોર્ટ મુજબ, અમિતાભ બચ્ચનની તબિયત સારી નથી. આ જ કારણથી શોના મેકર્સે હાલ નવા એપિસોડનું શૂટિંગ રોકી દીધું છે. આ દરમિયાન ચેનલ દિવાળી સ્પેશિયલ વીક અંતર્ગત કેટલાક અઠવાડિયા જૂના એપિસોડ ફરીથી ટેલિકાસ્ટ કરી રહી છે. આ એપિસોડમાં સેલિબ્રિટી મહેમાનો નજરે પડ્યા હતા.

સૂત્રએ જણાવ્યું કે, શો માટે છેલ્લો સેલિબ્રિટી એપિસોડ રણબીર કપૂર (Ranbir Kapoor), સાઈ પલ્લવી (Sai Pallavi) અને રવિ દુબે (Ravi Dubey) સાથે શૂટ કરવામાં આવ્યો હતો. ત્રણેય પોતાની આવનારી ફિલ્મ ‘રામાયણ’ (Ramayana) ના પ્રમોશન માટે ક્વિઝ શોમાં પહોંચ્યા હતા.

સૂત્રના જણાવ્યા મુજબ, ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટવાળો આ એપિસોડ પહેલા ફિલ્મની રિલીઝની આસપાસ ટેલિકાસ્ટ કરવાની યોજના હતી. જો કે, અમિતાભ બચ્ચનની તબિયતને જોતા આખો પ્લાન બદલવો પડ્યો. ચેનલે રામાયણના એપિસોડને ફિલ્મની રિલીઝ સુધી રોકી રાખવાના બદલે છેલ્લા અઠવાડિયે દિવાળી સ્પેશિયલ વીકની શરૂઆત આ જ એપિસોડથી કરી.

બધું જલ્દી થશે ‘ઠીક’

હવે અપેક્ષા છે કે, આવતા અઠવાડિયાથી શોનું શૂટિંગ ફરીથી શરૂ થઈ શકે છે. જો કે, આ સંપૂર્ણપણે અમિતાભ બચ્ચનની તબિયત પર નિર્ભર કરશે. સૂત્રએ કહ્યું, ‘આશા છે કે… આવતા અઠવાડિયાથી શૂટિંગ ફરી શરૂ થશે. હવે આવું ત્યારે જ થશે, જ્યારે અમિતાભણી તબિયત સંપૂર્ણ સ્વસ્થ અને હેલ્ધી હોય.’

Bigg Boss 20 : ‘બિગ બોસ 20’ એ રચ્યો ઈતિહાસ! 60 દિવસમાં 100 કરોડ વોચ-અવર્સ કર્યા પાર

Follow Us
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત
07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ
ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ
રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ
રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ
જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ
જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
g clip-path="url(#clip0_868_265)">