AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar : કથાના જમણવાર દરમિયાન 20 થી વધુને ફૂડ પોઈઝનિંગ, જુઓ Video

ભાવનગરના ખારસી વિસ્તારમાં યોજાયેલી કથાના જમણવાર દરમિયાન 20 થી વધુને ફૂડ પોઈઝનિંગ થયુ હોવાનું સામે આવ્યુ છે. જમણવારમાં લોકોએ મઠો આરોગ્યા બાદ ફૂડ પોઇઝનિંગ થયુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 8:01 AM
Share

ઉનાળામાં ફૂડ પોઈઝનિંગના ( food poisoning ) કેસ વધુ જોવા મળે છે. ભાવનગરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. ભાવનગરના ખારસી વિસ્તારમાં યોજાયેલી કથાના જમણવાર દરમિયાન 20 થી વધુને ફૂડ પોઈઝનિંગ થયુ હોવાનું સામે આવ્યુ છે. જમણવારમાં લોકોએ મઠો આરોગ્યા બાદ ફૂડ પોઇઝનિંગ થયુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં 20 બાળકો અને 5 પુરૂષોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. જેમાં તમામને શહેરની અલગ અલગ ખાનગી હોસ્પિચલમાં તાત્કાલીક ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Bhavnagar: રુવા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 15 કરતા વધારે લોકોએ તિક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો, જુઓ Video

નવસારીમાં 20 વિદ્યાર્થીનીઓને ફુડ પોઈઝનિંગની થઈ હતી અસર

તો બીજી તરફ નવસારીના વાંઝણા ગામની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની 20 વિદ્યાર્થીનીઓને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી. જમવામાં ખીચડી અને ચણાની દાળ ખાધા બાદ ફુડ પોઈઝનિંગની અસર વર્તાઈ હતી.બીજી તરફ ઘટનાની જાણ થતા જ જિલ્લા આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ વિદ્યાર્થીનીની સારવાર શાળામાં જ કરવામાં આવી હતી.

ફૂડ પોઈઝનિંગ શા માટે થાય છે ?

ખોરાકમાં રહેલી અશુદ્ધિઓ પેટમાં પહોંચવાને કારણે ફૂડ પોઇઝનિંગ થાય છે. ક્યારેક આવા બે ખોરાકનું મિશ્રણ હોય છે અને ક્યારેક તે ખોરાક રાખવાથી થાય છે. ઘણી વખત ગંદુ પાણી પીવાથી અને ધોયા વગરના ફળો અને શાકભાજી ખાવાથી પણ તે ફૂડ પોઈઝનિંગનું કારણ બને છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">