ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે વારંવાર શાબ્દિક લડાઈ થતી હોય છે.થોડા દિવસો પહેલા સાંસદ મનસુખ વસાવાએ..ધારાસભ્ય ચૈતર વસાવા પર મોટો આક્ષેપ કરતા કહ્યું હતું કે.ચૈતર વસાવાએ અધિકારી પાસેથી 75 લાખ રૂપિયા માગ્યા.સાંસદનો આક્ષેપ છે કે..માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી ચૈતર વસાવાએ રૂપિયા માગતા અધિકારીએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી અને પછી જિલ્લા કલેક્ટરે મારી સાથે વાત કરી હતી. હવે સાંસદના આ આક્ષેપ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદાના કલેક્ટરની ઓફિસમાં સ્પષ્ટતા કરવા માટે પહોંચ્યા હતા..ચૈતર વસાવાએ કલેક્ટરને કેમેરા સામે સવાલ પૂછ્યો કે શું કે મેં 75 લાખ માંગ્યા હતા કે નહી? જેનો જવાબ આપતા કલેક્ટર સંજય મોદીએ એ કહ્યું કે આ વાત ખોટી છે