Gmail વપરાશકર્તાઓ હવે તેમનું ઇ-મેઇલ એડ્રેસ બદલી શકશે, Google રજૂ કરી રહ્યું છે એક ખાસ સુવિધા
Google દ્વારા વિશ્વભરના લાખો Gmail વપરાશકર્તાઓ માટે એક ખાસ નવી સુવિધા રજૂ કરવા જઈ રહ્યું છે. Gmail ના વપરાશકર્તાઓ હવે તેમનું @gmail.comનું એડ્ર્રેસ બદલી શકશે. Google લાંબા સમયથી આ વિષય પર કામ કરી રહ્યું હતું, જેથી Gmail વપરાશકર્તાઓને તેમનું ઇમેઇલ એડ્રેસ બદલવામાં કોઈ સમસ્યા ના થાય. જો તમે તમારા વર્તમાન ઇમેઇલ એડ્રેસની જગ્યાએ અન્ય ઇમેઇલ એડ્રેસ ઇચ્છતા હોવ, તો હવે તમે તેને બદલી શકો છો. જો કે, Google એ આ માટે કેટલીક શરતો નક્કી કરી છે.

મીડિયા અહેવાલ મુજબ, જો કોઈ વપરાશકર્તા થર્ડ પાર્ટી ઇમેઇલ એડ્રેસ સાથે Google એકાઉન્ટ બનાવે છે, તો તેઓ તેમનું Gmail સરનામું બદલી શકશે. જો કે, @gmail.com ઇમેઇલ એડ્રેસ ધરાવતા વપરાશકર્તાઓ તેમનું સરનામું બદલી શકશે નહીં. આનો અર્થ એ છે કે જો તમારું ઇમેઇલ એડ્રેસ @gmail.com થી સમાપ્ત થાય છે, તો તે બદલી શકાતું નથી.

ગૂગલના સપોર્ટ પેજ પર હાલમાં તમારું ઇમેઇલ એડ્રેસ બદલવાનો વિકલ્પ નથી. જોકે, ગૂગલ ધીમે ધીમે આ સુવિધા શરૂ કરી રહ્યું છે. ગૂગલનું ઇમેઇલ એડ્રેસ બદલવા વિશેની એક પોસ્ટ સૌપ્રથમ ટેલિગ્રામ પર ગૂગલ પિક્સેલ હબ ગ્રુપ પેજ પર જોવા મળી હતી.

ગૂગલે જણાવ્યું હતું કે તમારા ગૂગલ એકાઉન્ટ સાથે લિંક કરેલ ઇમેઇલ એડ્રેસ, એટલે કે, જે તમે તમારા ગૂગલ એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે ઉપયોગ કરો છો, તે બદલી શકાય છે. તમે તમારા @gmail.com ઇમેઇલ એડ્રેસને @gmail.com ઇમેઇલ એડ્રેસમાં બદલી શકો છો. આનો અર્થ એ છે કે ઇમેઇલ એડ્રેસનું વપરાશકર્તા નામ બદલી શકાય છે. ઇમેઇલ સરનામાં બદલવા માટેના નિયમો અને શરતો પણ છે.

ગુગલે જણાવ્યું હતું કે, તમારું ઇમેઇલ સરનામું બદલ્યા પછી, તમને નવા અને જૂના બંને એકાઉન્ટ પર ઇમેઇલ પ્રાપ્ત થશે. તમારા ગૂગલ એકાઉન્ટમાં સાચવેલ ડેટા, જેમ કે ફોટા, વીડિઓઝ અને ઇમેઇલ્સ, તમારા ઇમેઇલ સરનામાંને બદલવાથી પ્રભાવિત થશે નહીં.

યુઝર્સ દર 12 મહિનામાં ફક્ત એક જ વાર તેમનું જૂનું ઇમેઇલ એડ્રેસ બદલી શકશે. એકાઉન્ટનું ઇમેઇલ એડ્રેસ મહત્તમ ચાર વખત બદલી શકશે.

@gmail.com થી સમાપ્ત થતા ઈમેઈલ એડ્રેસ મહત્તમ ત્રણ વખત બદલી શકાશે. ક્યારેક, વપરાશકર્તા પોતાનું જૂનું ઇમેઇલ એડ્રેસ જોશે, અને બીજું કોઈ તેનો ઉપયોગ કરી શકશે નહીં. આનો અર્થ એ છે કે જો તમે ઇમેઇલ એડ્રેસનું વપરાશકર્તા નામ બદલો છો, તો પણ ફક્ત તમે જ તેનો ઉપયોગ કરી શકશો.
આ પણ વાંચોઃ સૈનિકો ઈન્સ્ટાગ્રામ જોઈ શકશે, પોસ્ટ નહીં કરી શકે, ભારતીય સેનાએ બદલી સોશિયલ મીડિયા અંગેની નીતિ