Stock Market : આ 5 શેર ‘ટ્રેન્ડિંગ’માં રહેશે ! વર્ષ 2026 માં રોકાણ કરવા તૈયાર થઈ જાઓ, આ સ્ટોક્સ પર છે ‘BUY’ સિગ્નલ
1 ડિસેમ્બર, 2025 ના રોજ બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 50 એ 26,326 ની નવી ઊંચાઈએ પહોંચ્યું અને આખા વર્ષમાં અંદાજિત 10.2% જેટલું રિટર્ન આપ્યું. એવામાં જો તમે બજારની અસ્થિરતા વચ્ચે મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા શેર શોધી રહ્યા છો, તો આ 5 સ્ટોક ખરીદી શકો છો.

શેરબજારની અસ્થિરતા વચ્ચે જો તમે આગામી વર્ષ 2026 માટે મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા શેર શોધી રહ્યા છો, તો બ્રોકરેજ ફર્મ મીરા એસેટ શેરખાને 5 શેર ખરીદવાની ભલામણ કરી છે. આગામી એક વર્ષને ધ્યાનમાં રાખીને આ શેરોમાં ખરીદીની સલાહ આપવામાં આવેલ છે.

શેરખાને પસંદ કરેલા શેરોમાં V2 રિટેલ, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, HCL ટેક્નોલોજીસ, PFC, સેટિન ક્રેડિટકેરનો સમાવેશ થાય છે. આ શેર્સમાં એક વર્ષથી વધુ સમયગાળામાં લગભગ 43 ટકાનો વધારો થઈ શકે છે. V2 Retail શેર માટે BUY રેટિંગ આપવામાં આવેલ છે. કંપનીની ટાર્ગેટ પ્રાઇઝ ₹2810 નક્કી કરવામાં આવી છે, જ્યારે કરંટ માર્કેટ પ્રાઇઝ (CMP) ₹2,413 છે. આ સ્ટોકમાં અનુમાનિત રિટર્ન લગભગ 18% ગણવામાં આવી રહ્યું છે.

Supreme Industries ના શેર પર પણ BUY રેટિંગ આપવામાં આવ્યું છે. કંપનીની ટાર્ગેટ પ્રાઇઝ ₹4445 છે, જ્યારે કરંટ માર્કેટ પ્રાઇઝ (CMP) ₹3,320 છે. આ મુજબ રોકાણકારોને અનુમાનિત રિટર્ન લગભગ 33% જેટલું મળી શકે છે. આ સિવાય HCL ટેક્નોલોજીસના શેર પર પણ BUY રેટિંગ જોવા મળી રહ્યું છે. કંપનીની ટાર્ગેટ પ્રાઇઝ ₹1850 છે, જ્યારે કરંટ માર્કેટ પ્રાઇઝ (CMP) ₹1,675 છે. આના આધારે, રોકાણકારોને અપેક્ષિત રિટર્ન આશરે 10% જેટલું મળી શકે છે.

PFC ના સ્ટોકને લઈને પણ BUY રેટિંગ આપવામાં આવ્યું છે. કંપનીની ટાર્ગેટ પ્રાઇઝ ₹465 છે, જ્યારે કરંટ માર્કેટ પ્રાઇઝ (CMP) ₹352 છે. એવામાં અંદાજિત રિટર્ન આશરે 31% ની આસપાસ મળી શકે છે. Satin Creditcare Network ના શેર પર પણ BUY રેટિંગ આપવામાં આવ્યું છે. કંપનીની ટાર્ગેટ પ્રાઇઝ ₹201 છે, જ્યારે કરંટ માર્કેટ પ્રાઇઝ (CMP) ₹141 છે. આમાં રોકાણકારોને અપેક્ષિત રિટર્ન આશરે 43% જેટલું મળી શકે છે.

બુધવારે ભારતીય શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક ઇંડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી-50 ઘટાડા સાથે બંધ થયા હતા. ઓઇલ-ગેસ, ફાર્મા અને આઇટી શેરોમાં નબળાઈને કારણે બજાર દબાણ હેઠળ રહ્યું, જ્યારે ગુરુવારે ક્રિસમસ રજા પહેલા વોલ્યુમ સુસ્ત રહ્યું. બીએસઈ સેન્સેક્સ 116.14 પોઈન્ટ અથવા 0.14 ટકા ઘટીને 85,408.70 પર બંધ થયો. નિફ્ટી50 પણ 35.05 પોઈન્ટ અથવા 0.13 ટકા ઘટીને 26,142.10 પર બંધ થયો.

BSE પર ટ્રેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને મારુતિ સૌથી વધુ વધ્યા હતા. બીજી તરફ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, સન ફાર્મા અને એશિયન પેઇન્ટ્સ એવા શેર હતા, જેમણે બજાર પર વધારે દબાણ બનાવ્યું. NSE પર ટ્રેન્ટ, શ્રીરામ ફાઇનાન્સ અને એપોલો હોસ્પિટલ્સ સૌથી વધુ વધ્યા હતા. બીજીબાજુ ઇન્ડિગો, અદાણી એન્ટરપ્રાઇઝ અને ડૉ. રેડ્ડીઝમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
