ભાજપના મહિલા ધારાસભ્યે લીધી ટોળાની આગેવાની, રાજકોટના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા કરી રજૂઆત, જુઓ વીડિયો
દક્ષિણ ગુજરાતમાં ભાજપ સરકાર વિરુદ્ધ ભાજપના સાંસદ આકરા પાણી બતાવી રહ્યાં છે. ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્રમાં ભાજપના મહિલા ધારાસભ્ય સ્થાનિક રહીશોની સાથે રહીને, તેમની માંગણીને તંત્ર સમક્ષ દોહરાવી રહ્યાં છે.
દક્ષિણ ગુજરાતમાં ભાજપ સરકાર વિરુદ્ધ ભાજપના સાંસદ આકરા પાણી બતાવી રહ્યાં છે. ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્રમાં ભાજપના મહિલા ધારાસભ્ય સ્થાનિક રહીશોની સાથે રહીને, તેમની માંગણીને તંત્ર સમક્ષ દોહરાવી રહ્યાં છે.
રાજકોટમાં છેલ્લા કેટલાય સમયથી અશાંતધારાને લઈને સ્થાનિક રહીશો તંત્ર સામે રજૂઆતો, ધરણા, પ્રદર્શન કરી રહ્યાં છે. આમ છતા તેમની રજૂઆતે કે લાગણીનો કોઈ હકારાત્મક પ્રતિભાવ સાપડ્યો નથી. આવા સંજોગોમાં હવે ભાજપના મહિલા ધારાસભ્ય દર્શિતા શાહે, સ્થાનિકોના ટોળાની આગેવાની લઈને તંત્રને રજૂઆત કરી હતી. રાજકોટના રહીશોની માંગ છે કે, તેમના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરે તેમજ જે અશાંત ધારો લાગુ છે તેની મુદત વધારવામાં આવે.
ભાજપના મહિલા ધારાસભ્ય દર્શિતા શાહ સાથે, રાજકોટના વિવિધ વિસ્તારની 25 સોસાયટીઓના રહીશોના ટોળા સામેલ હતા. આ તમામનુ કહેવું છે કે, જો આ વિસ્તારમાંથી અશાંત ધારો નાબૂદ થશે તો બે કોમ વચ્ચે વૈમનસ્ય સર્જાશે. આથી રાજકોટમાં કાયમી શાંતિ જળવાઈ રહે તે માટે જે અશાંત ધારો છે તેની મુદત વઘારવી જોઈએ. સોસાયટી વિસ્તારમાં અન્ય ધર્મના લોકોને મકાન ખરીદતા રોકવા માટે આ કાયદો મહત્વનો હોવાનુ કહેવું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
