AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો, બે મહિનાથી ગ્રામજનો હેરાન

Vadodara: ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો, બે મહિનાથી ગ્રામજનો હેરાન

| Updated on: Dec 25, 2025 | 10:20 PM
Share

ડભોઈ તાલુકાના માંડવા ગામમાં મરણના દાખલા મેળવવા માટે ગ્રામજનોને લાંબા સમયથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વજનોના અવસાન બાદ જરૂરી મરણનો દાખલો મેળવવા માટે લોકોને છેલ્લા બે મહિનાથી ગ્રામ પંચાયત કચેરીના ચક્કર લગાવવા પડી રહ્યા છે. અનેક વખત રજૂઆત કરવા છતાં દાખલો મળતો ન હોવાથી લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.

જ્યારે કંટાળેલા ગ્રામજનોએ માંડવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પાસે પ્રશ્ન ઉઠાવ્યો, ત્યારે તલાટીએ વિલંબ માટે વીસી જવાબદાર હોવાનું જણાવ્યું. તેમનું કહેવું છે કે નવા ઓનલાઈન પોર્ટલમાં એન્ટ્રી કરવાની પ્રક્રિયા વીસીને યોગ્ય રીતે આવડતી ન હોવાના કારણે દાખલા કાઢવામાં મોડું થઈ રહ્યું છે.

પરંતુ પ્રશ્ન એ ઉઠે છે કે બે મહિનાનો સમયગાળો હોવા છતાં પણ મરણના દાખલા જેવી મહત્વની પ્રક્રિયા કેમ પૂર્ણ થઈ નથી. જો જવાબદાર અધિકારીઓ દ્વારા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ તપાસ કરવામાં આવે, તો કામ ક્યાં અટકી રહ્યું છે તેની સ્પષ્ટતા થઈ શકે. કારણ કે તલાટી તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની તરફથી જરૂરી કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે.

આ મામલે ડભોઈમાં જન્મ અને મરણના દાખલા મુદ્દે ગ્રામજનોએ ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો. માંડવા ગામે બે મહિનાથી મરણનો દાખલો ન મળતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો અને તેમણે તલાટી કમ મંત્રી સામે હોબાળો કર્યો. ગ્રામજનોએ તલાટી પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો પણ લગાવ્યા છે.

ગ્રામજનોનો દાવો છે કે નાની કામગીરી માટે પણ વધુ રકમ ઉઘરાવવામાં આવે છે. સામાન્ય રીતે 50 રૂપિયાનું કામ હોવા છતાં 300 રૂપિયા લેવામાં આવે છે અને તેની કોઈ રસીદ પણ આપવામાં આવતી નથી. દાખલા માટે આવતા લોકોને વારંવાર બહાના બતાવવામાં આવે છે કે નવા પોર્ટલની સિસ્ટમ યોગ્ય રીતે સંચાલિત થતી નથી.

આ સમગ્ર ઘટનાને લઈ ગ્રામજનોએ બેદરકાર વહીવટ અને જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં લોકોને આવશ્યક દસ્તાવેજો માટે હેરાન ન થવું પડે.

ગુજરાતના અલગ અલગ જિલ્લાના મહત્વના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">